Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રૈયા ગામમાં વણકર યુવાન રતિલાલનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ રૈયા ગામમાં ૧૦૦ વારીયા પ્લોટમાં રહેતાં રતિલાલ અમરાભાઇ વાણીયા (ઉ.૨૭) નામના વણકર યુવાને રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાતનું કોઇ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

નિલેષ જાદવે આજીડેમ પ્રાણી સંગ્રહાલય પાસે ઝેર પીધું

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગ સામે રહેતાં નિલેષ મનોજભાઇ જાદવ (ઉ.૨૫) નામના યુવાને ભાઇબીજની સવારે દસેક વાગ્યે આજીડેમના પ્રાણી સંગ્રહાલય પાસે ઝેર પી લીધા બાદ મિત્રને ફોન કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. 

(1:17 pm IST)