Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કાલે કર્મવીર રેલીઃ સરદાર સાહેબના રથનું આકર્ષણ

બહુમાળી ભવન ખાતેથી પ્રારંભઃ જાહેરમાર્ગો ઉપર ફરી બેડીયાર્ડ ખાતે સમાપનઃ સેંકડોની સંખ્યામાં ટુ- વ્હીલર, ફોર વ્હીલરો જોડાશેઃ સરદાર પટેલ સેવાદળનું આયોજનઃ વિવિધ સંસ્થાઓ પણ ભાગ લેશે

રાજકોટ,તા.૩૦: આવતીકાલે ૩૧મીના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે રાજકોટમાં બાઈક- ફોરવ્હીલની જબ્બર રેલી નિકળનાર છે. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં ટુ વ્હીલરો અને ફોર વ્હીલરો જોડાશે. એસપીજીના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા અને નિવૃત આર્મીમેનો દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવનાર છેે.

આવતીકાલે સવારે બહુમાળી ભવન સરદાર સાહેબની પ્રતિમાએથી પ્રારંભ થઈ અકિલા સર્કલ (જિલ્લા પંચાયત ચોક), અન્ડર બ્રીજ, કેકેવી સર્કલ- બીગ બાઝાર, મોવડી- ગોવર્ધન ચોક- ગોંડલ ચોકડી- ૮૦ ફિટ રોડ- બોલબાલા માર્ગ- લાલપાર્ક ચોક- આહીર ચોક- પટેલ ચોક- કોઠારીયા મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, ૮૦ ફૂટ ચોકડી- ભાવનગર રોડ, સંતકબીર રોડ, જલગંગા ચોક- ડી.કે. ચોક- સેટેલાઈટ ચોક- ડી- માર્ટ થઈ જુનું જકાત નાકુ, બેડીયાર્ડ ખાતે સમાપન થશે.

આ રેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સાથેનો શણગારેલો મુખ્ય રથ સાથે અનેકવિધ ફલોટસ પણ રાખવામાં આવ્યા છે. એસ.પી.જીના  અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા તેમજ નિવૃત આર્મી એસો.દ્વારા પ્રસ્થાન કરવામાં આવશે. આ રેલીમાં દરેક જ્ઞાતિની ૫૬થી વધુ સંસ્થાઓનો સહકાર થવાનો છે.

આયોજનને સફળ બનાવવા સૌરાષ્ટ્ર અધ્યક્ષ જસ્મીનભાઈ પીપળીયા, ચંદ્રેશભાઈ ખુંટ, હિરેનભાઈ વેકરીયા, કરન સોરઠીયા, વિ.એસ.પી.જીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:47 pm IST)