Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રૂ. ૩ લાખ ર૦ હજારનો ચેક પાછો ફરતાં આરોપીને હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૩૦: ચેક રીટર્ન કેસમાં આરોપીને હાજર થવા હુકમ કરીને કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું હતું.

આ કેસની વિગત એવી છે કે, મુન્નાકુમાર બ્રહ્મદેવ રાય રહેઃ સુન્દમ પાર્ક-ર આજી ડેમ ચોકડી, રાજકોટના એ દસ મહીના પહેલા તેમના મીત્ર અને ઓળખાણનો સંબંધ ધરાવતા મિથીલેશભાઇ અખીલેશભાઇ પંડીત રહેઃ મહાદેવ કૃપા બ્લોક નં. ૧ર/એ, માનસરોવર તુલસી પાર્ક, આજી ડેમ પાસે, રાજકોટના ને હાથ ઉછીની રકમ રૂ. ૩,ર૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ વીસ હજાર પુરા મદદ માટે આપેલા જે રકમ પરત માંગતા આ કામના આરોપીએ તેમના ખાતાનો યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ત્રીકોણ બાગ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલો જે ચેક ફરીયાદીએ તેમનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઢેબર રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'ફંડ્સ ઇન્સફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આ કામના ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ તથા કૌશીક આર. ભંડેરી મારફત ધી નેગલોશીયેબલ ઇન્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે આરોપી મિથીલેશભાઇ અખીલેશભાઇ પંડીત ને સમન્સ ઇસ્યુ કરી નામદાર કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(3:46 pm IST)