Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજમોતી સામે નિયમોનુસાર કાર્યવાહી થઇ રહી છે જે મીલકતો છે તે તમામ સીલ કરાશેઃ રૂદ્ર ગઢવી

બપોરે રાા વાગ્‍યે મામલતદાર સ્‍થળ ઉપરઃ સીલ અંગેની કાર્યવાહી ચાલુ...

રાજકોટ તા. ૩૦ :.. રાજમોતી ઓઇલ મીલ સીલ કરનાર પૂર્વ મામલતદાર શ્રી રૂદ્ર ગઢવીએ આજે બપોરે રાા વાગ્‍યે અકિલા'  સાથેની  ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું કે કલેકટરશ્રીની સુચના અને તેમના દ્વારા નિયુકત કરાયા બાદ રાજમોતી ઓઇલ મીલ સામે અમે નિયમોનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ, રાજમોતી ઓઇલ મીલના મેઇન ગેટ-ત્‍યાં પડતી શટરવાળી દુકાનો તથા જે મીલકતો અહી છે તે તમામ સીલ કરાશે. તેમણે જણાવેલ કે બેન્‍કોની નાણાકીય ડીફોલ્‍ટની આંકડાકીય બાબતો તમામે બેન્‍કો  પાસેથી મળી શકે છે, હાલ બપોરે રાા વાગ્‍યે હજુ સ્‍થળ ઉપર જ છું, અને સીલ અંગેની કાર્યવાહી ચાલુ છે, તેમણે જણાવેલ કે રાજમોતીના સંચાલકો દ્વારા સીલ કરવાની કાર્યવાહી સંદર્ભે અમને પુરતો સહકાર મળી રહ્યો છે, હાલ કાર્યવાહી ચાલુ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

(4:19 pm IST)