Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજકોટ-અમદાવાદ સિકસલેન પ્રોજેકટ- સરકાર સાથે છેતરપીંડી કરી કુવાડવાના બિનખેતી પ્‍લોટની જમીન સંપાદનનું ૧ કરોડ ૪૬ લાખનું વળતર મેળવનાર દંપતિ પૈસા પાછા નહી આપે તો ફોજદારી કરવા ચેતવણી

રાજકોટ સીટી પ્રાંત-ર શ્રી સંદિપ વર્માએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્‍યું હતું કે રાજકોટ-અમદાવાદ સિકસલેન પ્રોજેકટમાં કુવાડવાના બિનખેતી પ્‍લોટની જમીન સંપાદનનું ખોટી રીતે વળતર મેળવનાર કોમુદીબેન હિન્‍ડોચા અને જયોતિનભાઇ નથવાણીએ મેળવી લીધેલ ૧ કરોડ ૪૬ લાખનું વળતર પરત જમા નહીં કરાવે તો આ બન્ને સામે પ્રાંત કચેરી જ પોલીસ ફરીયાદ નોંધાવશે. તેમની મીલ્‍કત પણ જપ્ત થઇ શકે છે : દસ્‍તાવેજ અંગે રાજકોટની સિવિલ કોર્ટમાં હાલ કેસ ચાલે છે ? : પ્રાંત અધીકારીએ જણાવેલ કે હાલ દસ્‍તાવેજ અંગે પણ વિગતો મેળવી રહ્યા છીએ

 

(4:04 pm IST)