Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

એલસીબી ઝોન-૧ ટીમે ૧.૨૦ લાખના દારૂ સાથે ધનરાજ અને જયદિપને પકડયા

મોરબી રોડ જય જયવાન જય કિસાન સોસાયટીના પટમાં દરોડો : બે મોબાઇલ ફોન, એક્‍ટીવા પણ કબ્‍જેઃ ડીસીપી સજ્જનસિંહ પરમારની ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્‍દ્રસિંહ ઝાલા અને ટીમની કાર્યવાહી : ત્રીજા આરોપી કિશન સિતાપરાનું નામ ખુલ્‍યું : દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૩૦: શહેરમાં દારૂ-જૂગારની પ્રવૃતિઓ અટકાવવા સુચના મળી હોઇ એલસીબી ઝોન-૧ ટીમે પેટ્રોલીંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકા પાસે જયજવાન જય કિસાન સોસાયટીમાં સૂર્યમુખી હનુમાનજી મંદિર પાછળના પટમાં દરોડો પાડી બે શખ્‍સને વિદેશી દારૂના જથ્‍થા સાથે દબોચી લીધા છે. પુછતાછમાં ત્રીજા આરોપીનું પણ નામુ ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ એલસીબી ઝોન-૧ ટીમના કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને સત્‍યજીતસિંહ જાડેજાને પાક્કી બાતમી મળતાં જય જવાન જય કિસાન સોસાયટીના પટમાં દરોડો પાડી ધનરાજ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૨૦-રહે. જય જવાન જય કિસાન, સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે) તથા જયદિપ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૨૦-રહે. શિવાજી પાર્ક-૨ મોરબી રોડ)ને પકડી લીધા હતાં. આ બંને ખુલ્લા પટમાં દારૂની પેટીઓ સાથે ઉભા હતાં.

પોલીસે મેકડોવેલ્‍સ નંબર વનની રૂા. ૭૮ હજારની ૧૫૬ બોટલો, રોયલ સ્‍ટેગની રૂા. ૪૨ હજારની ૮૪ બોટલો કબ્‍જે કરી બે મોબાઇલ ફોન, ગ્રે રંગનું ટુવ્‍હીલર મળી કુલ રૂા. ૧,૮૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ દારૂમાં જય જવાન જય કિસાનમાં જ રહેતાં કિશન મનસુખભાઇ સિતાપરાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધી ચોૈધરી, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.  પકડાયેલા બંને શખ્‍સ ઇમિટેશનની મજૂરી કરે છે. દારૂ કિશને મંગાવ્‍યાનું બંને કહેતાં હોઇ તે પકડાયા બાદ વધુ વિગતો ખુલશે.

(4:03 pm IST)