Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ગણપતિ વિસર્જન સમયે ડૂબી ગયેલ યુવાનને પોલીસ અને

લોકોએ સાથે મળી નવ જીવન આપ્‍યું મહી સાગરની અનેરી ઘટના એસપી જયદીપસિંહ જાડેજા ટીમના સકારાત્‍મક વલણની પ્રજા પર પણ મોટી અસરે ટૂંકા ગાળામાં ફરી ચમત્‍કાર સજર્યો

રાજકોટ ,તા. ૩૦: પ્રજાના પ્રશ્ને પોલીસ જાગળત રહે અને ઉપલી અધિકારીઓ સતત પોતાના સ્‍ટાફને પણ આવી બાબત પરત્‍વે ખૂબ કાળજી જરૂરી હોવાનું પ્રસ્‍થાપિત કરે તો લોકોમાં પણ પોલીસની એક સકારાત્‍મક છાપ ઉપશે છે અને લોકો પણ પોલિસના કાર્યમાં મદદરૂપ થવા જે રીતે તત્‍પર બને છે તેના કારણે મહામૂલી જિંદગી પણ બચી જતી હોય છે તેનું વધુ એક ઉદાહરણ મહીસાગર પોલીસ અને પોલીસની પોલિસીને કારણે સતત મદદરૂપ બનતા લોકોએ પૂરું પડ્‍યું છે.                                      

મહીસાગરના જિલ્લા પોલીસ વડા તરીકે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન રથયાત્રા બંને કોમના સાથ સહયોગથી ઉમંગભેર નીકળે તે માટે અથાગ જહેમત પોતાના રેન્‍જ વડા રાજેન્‍દ્ર અસારી માફક ઉઠાવનાર જયદીપસિંહ જાડેજા જેવા પોઝિટિવ વિચારધારા ધરાવતા અધિકારી હોવાથી પોલીસ સ્‍ટાફને પણ આ વિચારધારા તરફ દોરવામાં ખૂબ સફળતા મળવા સાથે લોકોનો પણ ખૂબ સહયોગ મળી રહ્યો છે.

તાજેતરમાં ગણપતિ વિસર્જન સમયે કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસ સ્‍ટાફ સાથે લોકોના સહકારથી પોલિસને મદદરૂપ બનવા તરવરિયા ટીમ તૈયાર રાખેલ. આ જાગળતિ ખૂબ ઉપયોગી નીવડી ગણપતિ વિસર્જન વખતે એક યુવાન ડૂબી ગયો, તુરંત પોલીસ સાથે તરવૈયા ટીમે સમય બગાડ્‍યા વગર ઝંપલાવી એ યુવાનને બચાવી લેવાયો,આવું ભગીરથ કાર્ય કરી પોલિસને મદદરૂપ બનેલ તરવૈયા ટીમનું સન્‍માન કરવામાં આવેલ.                                 

અત્રે એ યાદ રહે કે થોડો સમય અગાઉ જ જીવનનો અંત આણવા એક યુવાને ધસમસતા પ્રવાહમાં ઝંપલાવેલ, પીએસઆઈ  એચ.વી. છાસટિયા દ્વારા માનવીય વલણ દાખવી એ યુવાનને બચાવવા ભરપૂર -યાસ સાથે સતત હિંમત આપતા લાગણીભર્યા શબ્‍દોથી એ યુવાનને પણ જીવવાની જીજીવિષા જાગી અને તેનો જીવ બચી ગયેલ, જેની નોંધ મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય સુધી લેવામાં આવેલ.

(4:03 pm IST)