Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સગીરાના અપહરણ-દુષ્‍કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ

રાજકોટ તા. ૩૦: અત્રે દુષ્‍કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવામાં અદાલતે હુકમ કર્યો હતો.

ગત તા. ૬-પ-ર૦રર ના રોજ વિંછીયા સમઢીયાળા રોડ પાસેથી સગીરાનું અપહરણ કરી લઇ જઇ તેના પર દુષ્‍કર્મ ગુજારનાર આરોપી પંકજ ચંદુભાઇ મકવાણા રહે. વિંછીયા વાળાની પોલીસે ધરપકડ કરી જ ેલ હવાલે કરેલ અને આરોપી સામે ગુનાને લગતો પુરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ.

ચાર્જશીટ બાદ મઆરોપીએ જેલમાંથી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતાં સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ અને સગીરા ઉપર દુષ્‍કર્મ ગુજારેલ છે.

આવા ગુનાના આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુના કરશે અને સમાજમાં ગંભીર અસર ઉભી થશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજૂઆતને ધ્‍યાને લઇ સેશન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:02 pm IST)