Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રેસકોર્સ પાર્ક સ્‍થા.જૈન સંઘમાં સ્‍વામી વાત્‍સલ્‍ય યોજાયું

ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની ઉપસ્‍થિતિ

રાજકોટ, તા. ૩૦ : રેસકોર્સ સ્‍થાનકવાસી જૈન સંઘ દ્વારા હોબી સેન્‍ટર ખાતે દાતાઓના સહયોગથી સ્‍વામી વાત્‍સલ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ૫૦૦થી વધુ શ્રાવક શ્રાવીકાઓએ ભાગ લીધો હતો.જેમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, સરસ્‍વતી શિશુ મંદિરના પ્રમુખ અપૂર્વભાઈ મણીયાર, મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા, જૈન અગ્રણી અજયભાઈ નટવરલાલ શેઠ, ગોંડલ રોડ વેસ્‍ટ ઉપાશ્રયનાં કિરીટભાઈ શેઠ, ગીત ગુર્જરી ઉપાશ્રયના શિરીષભાઈ બાટવિયા, સદર ઉપાશ્રયના કિશોરભાઈ દોશી, જૈન અગ્રણી જુલિયાણા ફેશનના નીતિનભાઈ કામદાર,  નાલંદા ઉપાશ્રયના જયેશભાઈ માવાણી, રિટાયર્ડ ટાઉન પ્‍લાનર બકુલેશભાઈ રૂપાણી, પાંજરાપોળના ટ્રસ્‍ટી મુકેશભાઈ બાટવીયા, આઝાદ સંદેશના પત્રકાર નિરાલીબેન પારેખ, આજકાલ દૈનિકના મહિલા મીતલબેન શેઠ વોરા, સાંજ સમાચારના શૈલષભાઈ ઉદાણી, જૈન વિઝનનાં ધીરેનભાઈ ભરવાડા, જેબીઓ તથા મણિભદ્ર ગ્રુપના હર્ષિલભાઈ શાહ તથા પરાગભાઈ વોરા,રેસકોર્સ પાર્કના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ તથા ટ્રસ્‍ટીઓ કમલેશભાઈ મોદી, વિરેન્‍દ્રભાઈ સંઘવી, મેહુલભાઈ દામાણી, રૂષભભાઈ શેઠ, ભુપતભાઈ શેઠ, કિરીટભાઈ શેઠ, પાર્થભાઈ મહેતા તેમજ કાર્યકર્તા ભાઈઓ બહેનો કિર્તીભાઈ દોશી, પરેશભાઈ શેઠ, ચંદ્રેશભાઇ બાટવીયા પારસભાઈ મોદી,  મહિલા મંડળના  હિનાબેન વી. સંઘવી, હર્ષાબેન બાટવીયા, દીપુબેન આશરા, હીનાબેન એચ. સંઘવી, હેમાબેન મોદી વગેરે એ સેવાઓ આપેલ હતી તેમ રેસકોર્સ પાર્ક ઉપાશ્રય નાં કમલેશભાઈ મોદી (મો. ૯૮૨૫૫૧૧૨૯૫) તથા વિરેન્‍દ્રભાઈ સંઘવી (મો. ૯૪૦૯૦૧૮૫૭૦)ની યાદી જણાવે છે.

(4:00 pm IST)