Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

તમારા કચરાનો નિકાલ કઇ રીતે ?: સોમવારે મીટીંગ

૯-આર કલબ દ્વારા લેન્‍ડીફીલ સાઇટ પર આયોજન

રાજકોટ તા. ૩૦: શું તમે જાણો છો કે તમારો કચરો કયાં જાય છે? તેની સાથે શું થાય છે? રજી ઓકટોબર ર૦ર૩ના રોજ સવારે ૯-૩૦ કલાકે નાકરાવાડીમાં શહેરથી ર૦ કિલોમીટર દૂર આવેલી રાજકોટની લેન્‍ડફિલ સાઇટ પર પ્રથમ વખત યોજાનારી આ મીટીંગ માટે રાજકોટના પર્યાવરણ પ્રેમીઓને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ મીટીંગ 9R કલબ સસ્‍ટેનેબલ કંપની દ્વારા હોસ્‍ટ કરવામાં આવી છે. સુરત અને બેંગ્‍લોરમાં પણ આવી મીટ-અપ યોજાય છે. આ મીટીંગ દ્વારા એવા તમામ લોકોને કહેવાનો પ્રયાસ કરાશે. જેઓ પોતાની બોટલ અને પોતાની બેગ લઇ જાય છે અને જયાં ત્‍યાં ફેંકતા નથી અને ઘરે ખાતર બનાવે છે. આ મીટીંગમાં લેન્‍ડફિલ સાઇટની મુલાકાત, નિષ્‍ણાંત દ્વારા મુખ્‍ય ભાષણ અને ટકાઉ પ્રવાસ શેરિંગ અને કલાયમેટ ચેન્‍જ સ્‍પેસમાં કામ કરતા સ્‍ટાર્ટઅપ્‍સ દ્વારા પરિચય હશે.

(4:00 pm IST)