Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ગાંધીગ્રામ વિસ્‍તારની જુની અથડામણ સંબંધે થયેલ હત્‍યાની કોશિષના ગુનામાં ત્રણ આરોપી જામીન પર

રાજકોટ તા. ૩૦: શહેરના ગાંધીગ્રામ વિસ્‍તારમાં જુથ અથડામણમાં થયેલ હત્‍યાની કોશિશના ચકચારી બનાવમાં ત્રણ આરોપીઓને જામીન મુકત અધિક સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો છે.

અત્રે મનસુખ કાનજીભાઇ કંબોડીયા, પ્રકાશ ખીમજીભાઇ વરણ અને ગૌરવ હેમંતભાઇ વાઢેર રહે. રાજકોટવાળાએ એકિટવા ચલાવવા બાબતે બોલા-ચાલી થતાં ઉશ્‍કેરાઇ જઇ જગડો કરી છરી મારી હત્‍યાની કોશિશ ગુન્‍હો કરવાના આરોપમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન રાજકોટએ આઇ.પી.સી. કલમ-૩૦૭, ૩ર૩, ૩૩૭, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જી.પી. એકટ કલમ-૧૩પ(૧) મુજબ ગુન્‍હો દાખલ કરેલ હતો.

આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી મારક હથીયારો ધારણ કરી આ કામના ફરીયાદી તથા સાહેદ છરી તથા ધોકા સાથે આવી સાહેદોને છરી તથા ધોકાથી માર મારી તથા ઇંટોના છુટા ઘા કરી ગંભીર પ્રકારની ઇજા કરી જાનથી મારી નાખવાની કોશીશ કરી પો. કમિ. શ્રીના જાહેરનામાંનો ભંગ કરી નાશી જઇ ગુનો કરેલ હતો અને તેના અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ત્રણે આરોપીઓની ધરપકડ કરી કોર્ટ રૂબરૂ રજૂ કરી અને જયુડિશ્‍યલ કસ્‍ટડીમાં મોકલેલ હતા.

ત્‍યારબાદ ત્રણે આરોપીઓ મનસુખ કાનજીભાઇ કંબોડીયા, પ્રકાશ ખીમજીભાઇ વરણ અને ગૌરવ હેમંતભાઇ વાઢેરએ રાજકોટની સેસન્‍સ કોર્ટમાં એડવોકેટ રાજન આર. કોટેચા મારફત જામીન પર મુકત થવા અરજી દાખલ કરેલ હતી. જે અરજીની સુનવણી દરમ્‍યાન ત્રણેય અરજદારો તરફે કરેલ દલીલો અને સુપ્રીમ કોર્ટ તેમજ અન્‍ય હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ ટાંકીને રજુઆતો કરેલ હતી તે અધિક સેસન્‍સ કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રાજકોટના અધિક ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સ જજ શ્રી પ્રશાંત જૈન એ ત્રણેય આરોપીઓને જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ત્રણેય આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રાજન આર. કોટેચા, કૃણાલ આર. કોટેચા, વારીસ એમ. જુણેજા, ડેનિશા પટેલ અને નિર્મિત ગોસ્‍વામી રોકાયેલ હતા

(4:26 pm IST)