Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

‘ઇદે મીલાદ' અંતર્ગત યૌમુન્‍નબી કમીટી દ્વારા સેવાકીય પ્રવૃતીઓ કરી ઉજવણી કરાઇ

રાજકોટઃ ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક હઝરત મોહંમ્‍મદ મુસ્‍તફા (સલલ્લાહો) અલેયેહવસલ્લમ ના વિલાદત પર્વ નિમિતે શહેરની ૪ર જેટલી મસ્‍જીદોને રોશનીનો શણગાર કરી મુસ્‍લીમ બીરાદરો દ્વારા ઇબાદત કરવામાં આવી હતી અને ગઇકાલે ઝુલુસ કાઢીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યૌમુન્‍નબી કમીટી દ્વારા વિલાદતના પર્વને વધારવા માટે મુસ્‍લીમ સમાજ દ્વારા આ વર્ષે પણ સેવાકીય પ્રવૃતિઓની માનવતા લક્ષી જયોત પ્રજવલ્લીત રાખવા માટે સિવીલ હોસ્‍પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, બાળકોની હોસ્‍પિટલમાં બાળકોને રમકડા વિતરણ, અબોલ પશુઓને ઘાસચારો, ચકલાઓને ચણ, મધર ટેરેશા આશ્રમે બાળકોને તથા માનસીક અસ્‍થીર બાળકોને ભોજન તથા સદભાવના વૃધ્‍ધાશ્રમમાં ભોજન આપવામાં આવ્‍યું હતું અને યૌમુન્‍નબી કમીટીની રાહબરી હેઠળ ઇદેમીલાદના ઝુલુસને વધાવવા માટે ઠેર-ઠેર આમ ન્‍યાઝ અને ધર્મસભાના કાર્યક્રમો પણ જુદા-જુદા વિસ્‍તારોમાં કરવામાં આવ્‍યા હતા તેમ યૌમુન્‍નબી કમીટીની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)