Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મયુર શાહને બેસ્‍ટ સોશ્‍યલ વર્કર એવોર્ડ

રાજકોટ : હેમુગઢવી હોલ ખાતે ઇન્‍ટરનેશનલ જૈન પેગામ ફાઉન્‍ડેશન અને ધર્મયાત્રા મહાસંઘના સંયુકત ઉપક્રમે પ્રશાંત શાહ, પ્રિયવદન ભટૃ તેમજ સમગ્ર ટીમ દ્વારા યોજવામાં આવેલ સ્‍ટાર ઓફ સૌરાષ્‍ટ્ર એવોર્ડ ફંકશનમાં રાજકોટના જૈન અગ્રણી અને પંચનાથ હોસ્‍પિટલ પંચનાથ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલના સેક્રેટરી પંચનાથ એનીમલ હોસ્‍પિટલના ચેરમેન તેમજ જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ જૈન ભોજનાલયના ટ્રસ્‍ટી અને અનેક ધાર્મિક સામાજીક સાથે જોડાયેલ મયુરભાઇ શાહને બેસ્‍ટ સોશ્‍યલ વર્કર તરીકેનો એવોર્ડ ગુજરાત પ્રદેશ ભાજપા મહિલા મોરચાના અધ્‍યક્ષ ડો. દિપીકાબેન સરડવા, પ્રશાંત શાહ તેમજ કેતન સંઘવીના હસ્‍તે એનાયત કરી સન્‍માન કરવામાં આવેલ. આ તકે મયુર શાહ (મો. ૯૩૭૪૧ ૦૦૦૭પ) એ એવોર્ડ પ્રદાન કરવા બદલ પ્રશાંત શાહ, કેતન સંઘવી, પ્રિયવદન ભટ્ટ, ભાવીબેન મહેતા સહિત બંને સંસ્‍થાઓની સમગ્ર ટીમનો ઋણ સ્‍વીકાર કરેલ. કાર્યક્રમનું સફળ સંચાલન મેહુલ રવાણીએ કરેલ હતું.

(3:56 pm IST)