Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રમતાં રમતાં ગરમ પાણીમાં પડી જતાં દાઝેલા ૧ાા વર્ષના ધ્રુવનું મોત

હળવદના સાપકડાનો બનાવઃ બાળકે રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: બાળકો રમતાં રમતાં ઘણીવાર મુશિબત નોતરી લેતાં હોય છે. હળવદના સાપકડા ગામે એક બનાવમાં દોઢ વર્ષના બાળકનું રમતાં રમતાં દાઝી જવાથી મોત થયું છે.

સાપકડા ગામે રહેતાં મહેશભાઇ ભોપાભાઇ ડાભી અને પાયલબેન મહેશભાઇ ડાભીનો પુત્ર ધ્રુવ (ઉ.વ.૧ાા) ૨૭મીએ સવારે ઘરમાં રમતો રમતો ગરમ પાણી ભરેલા તબડકામાં પડી જતાં દાઝી જતાં સારવાર માટે હળવદ અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

પિતા મહેશભાઇ કડીયા કામની મજૂરી કરે છે. આ તેનું પહેલુ જ સંતાન હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે જરૂરી કાર્યવાહી કરી હળવદ પોલીસને જાણ કરી હતી.

(3:56 pm IST)