Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સોમવારે ‘ગાંધી વંદના'

સેન્‍ટ ગાર્ગી સ્‍કુલ અને શમ્‍સ શાળાના વિદ્યાર્થી વિવિધ વેશભૂષામાં જોડાશે

રાજકોટ તા. ૩૦: ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા સતત ૧૯ માં વર્ષે વિશ્‍વ વંદનીય, અહિંસાનાં પૂજારી રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧પપમી જન્‍મ જયંતિ નિમિતે સોમવારે સવારે ૯ થી ૧૦ વાગ્‍યા સુધી ગાંધીજીની પ્રતિમા, જયૂબેલી ચોક ખાતે ‘‘ગાંધી વંદના''નું દિવ્‍ય આયોજન કરાયું છે.

આ પ્રસંગે સેન્‍ટગાર્ગી સ્‍કૂલ તથા શમ્‍સ શૈક્ષણિક સંકૂલનાં પ૦ થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ મહાત્‍મા ગાંધીજી સહિતનાં દેશભકતો, સ્‍વાતંત્ર્યવીરોનો વેશ ધારણ કરી સાંપ્રત સમયમાં પણ ગાંધી વિચારો પ્રસ્‍તુત છે તેવો સંદેશ આપશે. સાથોસાથ ગાંધીજીનાં પ્રિય ભજનો, દેશભકિત ગીતો ગુંજી ઉઠશે.

ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા આયોજિત ‘‘ગાંધી વંદના'' કાર્યક્રમમાં સમાજજીવન, જાહેર જીવનના મહાનુભાવો, ધારાસભ્‍યો સાંસદો, નગર સેવકો સહકારી અગ્રણીઓ, વ્‍યાપારી અગ્રણીઓ, ઉદ્યોગ પતિઓ સહિતના વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા બાપુની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પિત કરી શ્રધ્‍ધાંજલિ અપાશે.

પ્રતિ વર્ષ છેલ્લા ૧૮ વર્ષથી બે ડઝન જેટલા ફલોટસ ગાંધીજીના જીવનકવન આધારિત રાજકોટનાં રાજમાર્ગો પર ભવ્‍ય અને દિવ્‍યતાથી ગાંધી વિચારો રેલાવતા શોભાયાત્રા સ્‍વરૂપે નીકળે છે. પરંતુ ચાલુ વર્ષે જયૂબેલી ચોક ખાતે જ મંચ પર શમ્‍સ શૈક્ષણિક સંકૂલ દ્વારા વિદ્યાર્થીઓ વેશભૂષામાં સજજ થઇ કોમી એકતાની થીમ રજૂ કરવામાં આવનાર છે. જયારે સેન્‍ટગાર્ગી સ્‍કૂલ દ્વારા ગાંધીજી સહિતનાં વિવિધ દેશભકતોનાં પાત્રોમાં બાળકો સજજ થઇને આવશે.

આ ઉપરાંત ગાંધી જયંતીની સ્‍મૃતિમાં સંભારણા રૂપે દરેક નાગરિકના મોબાઇલમાં આધુનિક ડિજિટલ પ્‍લેટફોર્મ થકી ૩૬૦ ડિગ્રી વિડીયો બનાવીત મામ લોકોને સ્‍થળ પર જ તેમનો વિડીયો વોટ્‍સએપ કરવામાં આવનાર છે.

ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ, સેંટગાર્ગી સ્‍કૂલ અને શમ્‍સ શૈક્ષણિક સંકૂલ દ્વારા આયોજિત ‘‘ગાંધી વંદના'' કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાપક ભાગ્‍યેશ વોરા, રમાબેન હેરભા અને એચ. એ. નકાણીની રાહબરીમાં ચેરમેન મનોજ ડોડીયા, વા. ચેરમેન સંજય પારેખ, પ્રમુખ પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેષ કેસરિયા, અલ્‍પેશ પલાણ, રસિક મોરધરા, રાજન સુરૂ, નિતીન જરીયા, ધવલ પડીઆ, જયપ્રકાશ ફુલારા, હર્ષદ ચોકસી, રિતેશ ચોકસી, રોહિત સિધ્‍ધપુરા, મિલન વોરા, અલ્‍પેશ ગોહેલ, પુનિત બુંદેલા, સંજય ચૌહાણ, જીતેશ સંઘાણી, જીજ્ઞેશ આહીર, જય આહીર, અભિજીત શિયાર, રાજ ચાવડા, જય દુધૈયા, ધર્મેશ સોની, રાજદીપ શાહ, સાવન ભાડલીયા, દિલજીત ચૌહાણ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:56 pm IST)