Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કથાકાર પૂ. રમેશભાઇ શુકલનું સન્‍માન

રાજકોટઃ પ્રખ્‍યાત કથાકાર પૂજય રમેશભાઇ શુકલ (કાલભૈરવ) પાલીતાણા વાળા સ્‍વ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્‍ટના યોગેશ પ્રભુદાસભાઇ સતીકુંવરના આમંત્રણને માન આપી ધૃવી બ્‍યુટી પાર્લરની મુલાકાત લઇ આશિર્વાદ આપ્‍યા, કથાકાર રમેશભાઇ શુકલનું ડો. દીલીપભાઇ પરમાર, ક્રિષ્‍નાબેન અને સોની યોગેશભાઇ સતીકુંવર, ભરતભાઇ પંડયા, મુકેશભાઇ ચોલેરા, ભાજપ મહિલા મોરચાના દક્ષાબેન ચોલેરા એ રમેશભાઇ શુકલને સાલ ઓઢાડી પુષ્‍પોથી સન્‍માનિત કરેલ. આ પ્રસંગે સ્‍વ. પુનમબેન ધાણક, સ્‍વ. સોની અરવિંદભાઇ પ્રભુદાસભાઇ સતીકુંવર પ્રેરીત સ્‍વ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્‍ટના સોની યોગેશભાઇ સતીકુંવર ડો. દીલીપભાઇ પરમાર, રેલ્‍વે સમિતિના મુકેશભાઇ ચોલેરા, દક્ષાબેન ચોલેરા, ક્રિષ્‍નાબેન ભરતભાઇ પંડીયા ઉપસિથત રહેલ.

(3:55 pm IST)