Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કાલે સોરઠિયા વાડી ચોકમાં લોકડાયરો

મનપા દ્વારા ‘અમૃત કળશ યાત્રા' સમાપન સમારોહ નિમિતે રાત્રે ૮.૩૦ કલાકે રાજભા ગઢવી અને હાસ્‍ય કલાકાર સુખદેવ ધામેલિયા દેશભકિત ગીતોની રમઝટ બોલાવશે : શહેરીજનોને ઉમટી પડવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલિકા દ્વારા અમૃત કળશ યાત્રા' સમાપન સમારોહ નિમિતે તા. ૧ ઓક્‍ટોબરના પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ પાસે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ગાંધી જયંતિની પૂર્વ સંધ્‍યાએ લોકડાયરામાં કલાકારો રાજભા ગઢવી અને સુખદેવભાઈ ધામેલિયા દેશભક્‍તિ ગીતોની રમઝટ બોલાવશે શહેરીજનોને ઉમટી પડવા પદાધિકારીઓએ અનુરોધ કર્યો છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા,ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,સ્‍ટેન્‍ડિંગ ચેરમન જયમીનભાઈ ઠાકર,શાસકપક્ષ નેતા લીલુંબેન જાદવ,શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ,સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા જણાવે છે કે,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશ માટે સર્વોચ્‍ચ બલિદાન આપનારા તમામ વીર અને વિરાંગનાઓને શ્રધ્‍ધાંજલી આપવા માટેના કાર્યક્રમમેરી માટી મેરા દેશ'અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૨૩ અને તા. ૩૦/૦૯/૨૦૨૩નાં રોજ વોર્ડ નંબર ૦૧ થી ૧૮ માં મેયર નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાનેઅમૃત કળશ યાત્રા'નું આયોજન કરવામાં આવેલ હતું. આઅમૃત કળશ યાત્રા'ના સમાપન સમારોહ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતિની પૂર્વ સંધ્‍યાએ તા. ૧/૧૦/૨૦૨૩ રવિવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે વોર્ડ નંબર ૧૪ માં આવેલ પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ પાસે, રાજકોટ ખાતે એક ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોકડાયરામાં સુપ્રસિધ્‍ધ લોકસાહિત્‍યકાર શ્રી રાજભા ગઢવી અને હાસ્‍ય કલાકાર શ્રી સુખદેવભાઈ ધામેલિયા શહેરીજનોને દેશભક્‍તિનાં ગીતો અને દેશભક્‍તિ વાતો રજુ કરી શહેરીજનોને દેશભક્‍તિનાં રંગથી રંગાવશે.

અમૃત કળશ યાત્રા' સમાપન સમારોહ નિમિતે યોજાનાર લોકડાયરામાંગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા,સાંસદ સભ્‍યશ્રી મોહનભાઈ કુંડારીયા,રામભાઈ મોકરીયા,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ,રમેશભાઈ ટીલાળા,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા,શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડો. માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાનાં કોર્પોરેટરો વગેરે ઉપસ્‍થિત રહેનાર છે.ᅠᅠᅠᅠ

રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓએ અમૃત કળશ યાત્રા' સમાપન સમારોહ નિમિતે યોજાનાર આ ભવ્‍ય લોકડાયરામાં શહેરીજનોએ દેશભક્‍તિનાં ગીતો અને દેશભક્‍તિ વાતોથી દેશભક્‍તિનાં રંગથી રંગાવવા ઉમટી પડવા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવ્‍યો છે

(3:55 pm IST)