Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

‘માવતરેથી કરીયાવરમાં કંઇ લાવી નથી સેટી પલંગ તથા રૂપીયા લઇ આવે' કહી વંદનાબેન કમાણીને ત્રાસ

માધવ પાર્કમાં માવતરે રીસામણે આવેલી યુનિવર્સિટી પોલીસમાં ગૌરીદડમાં રહેતો પતિ રવી કમાણી, સસરા મગનભાઇ અને સાસુ નિરૂબેન સામે ફરીયાદ

રાજકોટ, તા., ૩૦ : યુનિવર્સિટી રોડ પર માધવ પાર્કમાં માવતરના ઘરે રિસામણે આવેલી મહિલાને ગૌરીદડમાં પતિ, સાસુ અને સસરા માવતરેથી કરીયાવરમાં કંઇ લાવી નથી સેટી પલંગ અને વાપરવા માટે રૂપીયા લઇ આવ તેવા મેણા ટોણા મારી મારકુટ કરી ત્રાસઆપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માધવપાર્ક  શેરી નં. ૧ બ્‍લોક નં. ર૧/અ માં રહેતા વંદનાબેન રવીભાઇ કમાણી (ઉ.વ.૩૨)એ માલવીયાનગર પોલીસ મથકમાં ગૌરીદડમાં રામાપીર મંદીરની સામે કમાણી શેરીમાં રહેતા પતિ રવી મગનભાઇ કમાણી, સાસુ નીરૂબેન કમાણી અને સસરા મગનભાઇ કમાણી સામે ફરીયાદ થઇ છે. વંદનાબેને ફરીયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના દસ વર્ષ પહેલા રવી કમાણી સાથે લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર છે. પતિ રાજકોટમાં  ગોપાલ ડેરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. પોતે છેલ્લા એક મહિનાથી માવતર સાથે માધવપાર્કમાં રહે છે. લગ્ન બાદ પોતે પતિ સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. દોઢ઼ વર્ષ સુધી પોતાનું લગ્ન જીવન સારી રીતે   ચાલેલ બાદ સાસુ અને સસરા પોતાને અવાર-નવાર કહેતા કે ‘તુ તારા ઘરેથી કંઇ કરીયાવરમાં લાવી નથી મેણા ટોણા મારી પિતાના ઘરેથી સેટી પલંગ અને વાપરવા માટે રૂપીયા લઇ આપવા માટે શારીરીક માનસીક ત્રાસ આપતા હતા અને ઘરની બહાર નીકળવા દેતા નહી અને પતિને પોતાના વિરૂધ્‍ધ ઉશ્‍કેરણી કરતા પતિ અવાર નવાર ઝઘડો કરી ત્રાસ આપતો હતો' ચાર મહિના પહેલા પતિ પોતાને માવતરના ઘરે મુકી જતા બે મહિના સુધી રીસામણે આવા પોતે મહિલા પોલીસ મથકમાં રજુઆત કરતા પોલીસે બંને પક્ષને બોલાવતા સમાધાન થતા પોતે સાસરીયે જતા રહયા હતા. ફરી સાસરીયાઓ ત્રાસ આપતા પોતે એક મહિના પહેલા રીસામણે આવ્‍યા બાદ  પોતે પોલીસ કમિશ્નરને અરજી કરી હતી બાદ માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઇ.  કે.યુ.વાળાએ તપાસ હાથ ધરી હતી.

(3:54 pm IST)