Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

હાસ્‍ય કલાકાર હરપાલસિંહનું સન્‍માન

વિશ્‍વનગર કા રાજા ગણપતી મહા મહોત્‍સવમાં જાણીતા હાસ્‍ય અને લોકસાહિત્‍યકાર હરપાલસિંહ બારડનો હસાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રજપુતપરા રામજી મંદિર ટ્રસ્‍ટના કારોબારી સભ્‍ય વિક્રમસિંહ ચૌહાણ દ્વારા હરપાલસિંહ બારડનું સાલથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર ગણપતી મહોત્‍સવને સફળ બનાવવા પ્રકાશભાઇ ચાચપરા, રાજ ચાવડા, યશ ઓઝા, નીકુંજ ધોકીયા, ચિરાગ પટેલ, નિલ, જેનીસલ, રાહુલ, હિરેન, દર્શન, જશ, રાજ, વિશાલ, રામ, પીન્‍ટુબેન, ભાવનાબેન, નીજલબેન, ગીતાબેન, સીલ્‍પાબેન ગીતાબેન, ભાવનાબેન રાણપરીયા, સહીતના ભાઇઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)