Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કાલે સાહિત્‍ય સેતુ દ્વારા પુસ્‍તક પરબઃ વાંચકોને નિમંત્રણ

રાજકોટઃ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ ઢોલરા પ્રેરીત સાહિત્‍યીક પ્રવૃતી કરતી સંસ્‍થા સાહિત્‍ય સેતુ દ્વારા છેલ્લા બે વર્ષથી વાંચન અને પ્રવૃતિને વેગ મળે, શહેરીજનો અને ખાસ કરીને યુવા વર્ગ વાંચતા થાય તેવા શુભઆશયથી વાંચન જાગૃતી અભિયાન અંતર્ગત દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે સવારના ૧૦ થી ૧ વાગ્‍યા સુધી સાહિત્‍યપ્રેમી રસીકભાઇ મહેતા પુસ્‍તક પરબનો પ્રારંભ કરવામાં આવેલ છે.

પુસ્‍તક પરબનો ર૪મો મણકો  કાલે ૧  રવિવારે સવારે ૧૦થી ૧ વાગ્‍યા સુધી કાલાવડ રોડ પર નુતનનગર હોલ પાસે આવેલ શ્રી કોટેચા ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં રસીકભાઇ મહેતા પુસ્‍તક પરબ યોજાશે. પુસ્‍તક પરબમાં વાંચકો માટે એૈતિહાસીક, ધાર્મીક, પ્રવાસ, વિજ્ઞાન, નવલકથા સહીતના પુસ્‍તકો ખુલ્લા મુકવામાં આવે છે. પુસ્‍તક પ્રેમીઓ પોતાના મનગમતા પુસ્‍તકો કોઇ પણ પ્રકારની ડીપોઝીટ સભ્‍ય ફ્રી કે લવાજમ વગર લઇ જઇ શકે છે. પુસ્‍તક પરબને બે વર્ષ પુરા થતા હોય પુસ્‍તક પરબની મુલકાતે આવતા તમામ લોકોને કુમકુમ તિલક કરી, ુપુસ્‍તક આપી તેમજ મીઠુ મોઢુ કરાવી સ્‍વાગત કરવામાં આવશે. આપણા શહેરના સાહિત્‍યકારો, સાહિત્‍યપ્રેમીઓ, પુસ્‍તક પ્રેમીઓ તેમજ શહેરીજનોને પુસ્‍તક પરબની મુલાકાતે આવવા નિમંત્રણ છે. પુસ્‍તક પરબ અંગે વિશેષ માહીતી માટે અનુપમ દોશી ૯૪ર૮ર ૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવ્‍યું છે

(4:25 pm IST)