Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

લાઇફ બ્‍લડ સેન્‍ટરમાં જોવા મળ્‍યુ Aend ગ્રુપનું બ્‍લડ

રાજકોટ, તા.૩૦: બ્‍લડ બેન્‍કીંગ ક્ષેત્રે રાજકોટ કે ગુજરાત જ નહી, ભારતભરની શ્રેષ્‍ઠ બ્‍લડ બેન્‍કોમાં સ્‍થાન ધરાવતા લાઇફ બ્‍લડ સેન્‍ટર દ્વારા બ્‍લડ ડોનેશન, થેલેસીમિયા નાબૂદી માટે જનજાગૃતિ અભિયાનનો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આપણે સામાન્‍ય રીતે એ, બી, , અને પોઝીટીવ નેગેટીવ  જેવા બ્‍લડ ગ્રુપના નામ સાંભળ્‍યા હશે પરંતુ હમણા રાજકોટનાં લાઇફ બ્‍લડ સેન્‍ટરમાં Aend બ્‍લડ ગ્રુપ જોવા મળ્‍યુ હતું. આ બ્‍લડ ગ્રુપ જવલ્લે જ જોવા મળે છે.

ગત જુન માસમાં ૩૧ વર્ષીય રકતદાતા લાઇફ બ્‍લડ સેન્‍ટરમાં રકતદાન કરવા માટે આવ્‍યા તા. બ્‍લડ બેન્‍કની પધ્‍ધતિ પ્રમાણે SPRCA પધ્‍ધતિથી તેમનું બ્‍લડ ગ્રુપ ચકાસવામાં આવ્‍યુ હતું. તેમના બ્‍લડમાં ફોરવર્ડ અને રીવર્સ સંલગ્ન ન હતા. તેથી તેની વધુ ચકાસણી કરવા માટે રૂમ ટેમ્‍પરેચર ઉપર ટયુબ પધ્‍ધતિનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. રકતદાતાને ફરીથી બોલાવી તેમના બ્‍લડના સેમ્‍પલ લેબમાં મોકલ્‍યા અને તેમની લાળના સેમ્‍પલ પણ ચકાસણી માટે મોકલવામાં આવ્‍યા હતા.

લાઇફ બ્‍લડ સેન્‍ટરની યાદીમાં જણાવાયા અનુસાર, જે સેમ્‍પલ લીધા હતા તેમાં એ અને બીની બદલે એચની હાજરી જણાઇ હતી અને તેથી નિષ્‍ણાતો એવા નિષ્‍કર્ષ ઉપર આવ્‍યા હતા કે આ બ્‍લડ ગ્રુપ Aend છે. આ પછી રકતદાતાને એવી સલાહ આપવામાં આવી હતી કે, તેમણે હવે રકતદાન કરવાનું ટાળવું જોઇએ અને જયારે પણ દર્દી તરીકે તેમણે ટ્રાન્‍સફયુઝન આપવાનું થાય ત્‍યારે ગ્રુપ ઓ આર.સી.સી. અને એ.બી.એફ.એફ.પી/પી.સી. ટ્રાન્‍સફયુઝ કરવું અને બ્‍લડ ગ્રુપની પુષ્‍ટી માટે જીનોટાઇપીંગ પણ કરવું.

(3:53 pm IST)