Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

‘ત્રણ વાત અમારી, ત્રણ તમારી':બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે યોજાયોઃ લોકોને જાગૃત થયા પોલીસ કમિશનરનું સુચન

તમારું તમને અર્પણ...હેઠળ ખોવાયેલા મોબાઇલ પરત આપ્‍યાઃ બાગ બગીચા, શાળા કોલેજ આસપાસ પોલીસ પેટ્રોલીંગ વધારેઃ ચોરીઓના બનાવ અટકાવે, ગેરકાયદે ધંધા અટકાવાય તેવી રજૂઆત લોકોએ કરી

રાજકોટઃ પોલીસ પ્રજાજનો વચ્‍ચે સમજદારીનો સેતુ રચાય અને ગુનાખોરી અટકાવવામાં પોલીસની સાથે સાથે પ્રજાજનો પણ જાગૃકતા દાખવે એ અંતર્ગત રાજ્‍યભરના પોલીસ સ્‍ટેશનોમાં ત્રણ વાત તમારી, ત્રણ અમારી' એ સ્‍લોગન હેઠળ પોલીસ અને પ્રજાજનોની બેઠક યોજી અલગ અલગ પ્રશ્નોની રજૂઆત અને નિવારણ માટેના કાર્યક્રમો યોજાય છે. તે અંતર્ગત આજે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે આ કાર્યક્રમની સાથે સાથે તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધી ચોૈધરી, ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાએ ઉપસ્‍થિત રહી લોકોના પ્રશ્નો જાણ્‍યા હતાં અને તેના નિવારણની ખાત્રી આપી લોકોને પણ જાગૃત થવા અનુરોધ કર્યો હતો. લોકોએ બાગ બગીચા તથા શાળા કોલેજ આસપાસ રોમીયોગીરી થતી હોય તેની સામે કડક પગલા લેવા, ગેરકાયદે ધંધા, ચોરીઓના બનાવો અટકાવવા સહિતની રજૂઆત કરી હતી. ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ પણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા પીઆઇ આર. જે. બારોટ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)