Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મનપા દ્વારા કાલે ૩૬ જગ્‍યાએ ‘શ્રમદાન' ઝુંબેશ સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત

દરેક વોર્ડમાં બે સ્‍થળોએ આયોજન : પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો તથા વિવિધ સંસ્‍થા જોડાશે

રાજકોટ,તા. ૩૦ : મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા' અંતર્ગત તા. ૧ ઓક્‍ટોબરના સવારે ૧૦ કલાકે દરેક વોર્ડમાં બે સ્‍થળ એટલેકે કુલ-૩૬ સ્‍થળોએ ૧ કલાક શ્રમદાન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે મેયર  નયનાબેન પેઢડીયા, ડે. નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ ચેરમન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા  લીલુંબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ  જણાવે છે કે, ભારત સરકારશ્રી દ્વારા સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત સ્‍વચ્‍છતા હી સેવા(SHS)-અંતર્ગત આગામી ૨-જી ઓક્‍ટોબરના રોજ મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતીની પુર્વ દિવસ ૧-લી ઓક્‍ટોબરના રોજ  સવારે ૧૦ કલાકે દેશભરમાં લોકોની આગેવાની હેઠળ સ્‍વચ્‍છતા માટે 'શ્રમદાન' ઝુંબેશ યોજાશે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ૧-લી ઓક્‍ટોબરના રોજ  સવારે ૧૦ કલાકે દરેક વોર્ડમાં બે સ્‍થળ એટલેકે કુલ-૩૬ સ્‍થળોએ ૧ કલાક શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્‍વચ્‍છતા માટે યોજાનાર શ્રમદાન' ઝુંબેશમાં સાંસદસભ્‍યશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, મહાનગરપાલિકાનાં પદાધીકારીશ્રીઓ, શહેર ભાજપનાં હોદેદારો જોડાનાર હોઈ, શહેરનાં તમામ નાગરિકો, સામાજીક-શૈક્ષણીક સંસ્‍થાઓ, એન.જી.ઓ તથા રેસીડન્‍સી વેલ્‍ફેર એસોસિએશનના સભ્‍યોને પણ સ્‍વચ્‍છતા માટે યોજાનાર શ્રમદાન' ઝુંબેશમાં જોડાઈ ૧ કલાક શ્રમદાન કરવા અપીલ અને અનુરોધ કરવામાં આવે છે. 

કયાં -કયા સ્‍થળોએ આયોજન

મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે શ્રમદાન ઝુંબેશ આયોજન કરવામાં આવ્‍યું છે. જો સ્‍થળો આ મુજબ છે.

વોર્ડ નંબર-૧ રામાપીર ચોક પાસે હોકર્સ ઝોન, શીતલ પાર્ક રોડ, મોચીનગર પાસે, કોર્પોરેશનનો પ્‍લોટ, વોર્ડ નંબર-૨ અમરજીત નગર, ગોકુળિયાપરા, ત્રિકોણ પ્‍લોટ, વોર્ડ નંબર-૩ સ્‍લમ કવાટર, સબ સ્‍ટેશન પાસે, રેલનગર મેઈન રોડ, ભક્‍તિ કોમ્‍પલેક્ષ, વોર્ડ નંબર-૪ શિવપરા ફોર્જ એન્‍ડ ફોર્જ, કુવાડવા મેઈન રોડ, રાધામીરા પાર્ક મેઈન રોડ, વોર્ડ નંબર-૫ ગોવિંદબાગ શાક માર્કેટ પાસે, અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ સામે હોકર્સ ઝોન, વોર્ડ નંબર-૬ રાંદરડા તળાવ, પ્રદુમાન પાર્ક પાસે, સંજયનગર પ્‍લોટ, વોર્ડ નંબર-૭ જનતા સોસાયટી શેરી નં ૨ કોર્નર, વોર્ડ ઓફીસ પાછળ, ટાગોર રોડ, એસ્‍ટ્રોન નાલા પાસે, રેલ્‍વે ટ્રેકની બાજુમાં, એસ્‍ટ્રોન ચોક, વોર્ડ નંબર-૮ લક્ષ્મીનગર શાક માર્કેટ, નાના મૌવા રોડ, દેવનાગર એસ.ટી.ડી પોઈન્‍ટ, વોર્ડ નંબર-૯ ગોપાલ ચોક, રવિરત્‍ન પાર્ક, મંદિર પાસે પોઈન્‍ટ, વોર્ડ નંબર-૧૦ એસ.એન.કે ચોક, સિલ્‍વર એવેન્‍યુ પોઈન્‍ટ, વોર્ડ નંબર-૧૧ પંચનાથ કાંટો મવડી રોડ, ગોવિંદ રત્‍ન આવાસ નાના મવા રોડ, વોર્ડ નંબર-૧૨ મવડી બાયપાસ રોડ, સરસ્‍વતી નગર પ્‍લોટ, વોર્ડ નંબર-૧૩ પી.ડી.એમ કોલેજ, તાલુકા શાળા -૮૨,૮૩, વોર્ડ નંબર-૧૪ ભક્‍તિનગર સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, વોર્ડ નંબર-૧૫ રામનગર મેઈન રોડ, રેન બસેરા પાસે, પોલીસ ચોકી પાસે ભાવનગર રોડ, વોર્ડ નંબર-૧૬ કાવેરી એપાર્ટમેન્‍ટ પાસે, ૮૦ ફૂટ રોડ, ગોવિંદનગર સર્કલ પાસે, કેદારનાથ ૮૦ ફૂટ રોડ, વોર્ડ નંબર-૧૭ અમરનાથ મંદિર, નારાયણનગર મેઈન રોડ, આરોગ્‍ય કેન્‍દ્ર પાસે, વોર્ડ નંબર-૧૮ લાલબહાદુર સોસાયટી ગેટકો ઓફીસ પાસે, કોઠારિયા ચોકડી વગેરે.

(3:51 pm IST)