Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

વિશ્વ અંતરીક્ષ સપ્‍તાહની ઉજવણીના ભાગરૂપે

કાલે ‘ભારતીય કેલેન્‍ડર અને ખગોળ વિજ્ઞાન' વિષે વ્‍યાખ્‍યાન

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન, રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત, સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત અને ગુજકોષ્‍ટ પુરસ્‍કૃત શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર- રેસકોર્ષની બિગ બેંગ એસ્‍ટ્રોનોમી કલબ દ્વારા જાહેર જનતા માટે ‘સ્‍ટાર્સ- ફોર- ઓલ' નામક ખગોળ- વિજ્ઞાન વિષયક વ્‍યાખ્‍યાન શ્રેણી ચાલી રહી છે. જેના અંતર્ગત વિવિધ નામી- અનામી વકતાઓના ખગોળ વિજ્ઞાન વિષયક વ્‍યાખ્‍યાનો/ સેમિનાર/વર્કશોપનું આયોજન આવનારા સમયમાં નિયમિત રીતે કરવામાં આવશે.

આ વ્‍યાખ્‍યાનમાળાનો ત્રીજો તેમજ વિશ્વ અંતરીક્ષ સપ્‍તાહની ઉજવણી અંતર્ગતનો કાર્યક્રમ રવિવાર ૧ ઓકટોબરના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ યોજાશે. જેનું શીર્ષક છે ‘ભારતીય કેલેન્‍ડર અને ખગોળ વિજ્ઞાન' આ વ્‍યાખ્‍યાન દરમ્‍યાન ભારતીય પંચાંગ કેટલું વૈજ્ઞાનિક છે, તિથિઓની વૃધ્‍ધિ- ક્ષય તેમજ અધિક અને ક્ષય માસ પાછળનું ખગોળ વિજ્ઞાન મલ્‍ટિમીડિયા સ્‍લાઈડશો દ્વારા સમજાવવામાં આવશે. કાર્યક્રમમાં ૧૪ અને તેનાથી ઉપરના તમામ નાગરિકો ભાગ લઈ શકશે. આ નિઃશુલ્‍ક કાર્યક્રમનો લાભ લેવા વિજ્ઞાન અને ખગોળપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.

(3:48 pm IST)