Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજુકાકાના દુઃખદ અવસાન સંદર્ભે કિરીટભાઇ-અકિલા પરિવારને ભાવવંદના પાઠવતા વીજ બોર્ડના-હેરીન કોઠારી

આત્‍મીય વડીલશ્રી કિરીટકાકા,

એ ક્ષણ બહુ કપરી હોય છે, જયારે દેહ પર પુષ્‍પ મૂકતાં પહેલા હૃદય પર પથ્‍થર મૂકવો પડે છે. પરંતુ મરણ કરતાં સ્‍મરણ હંમેશા બળવાન હોય છે. અકિલા' પરિવારના એક મજબૂત સ્‍તંભ અને પ્રેરણાસમા રાજેશભાઇ ગુણવંતરાય ગણાત્રા (રાજુ કાકા)નું દુઃખદ અવસાન થયાના સમાચારથી અમો અત્‍યંત વ્‍યથિત છીએ. પરિવારજનની વિદાયને લીધે સર્જાયેલો ખાલીપો ભરવાની શકિત કદાચ સમય પાસે પણ નથી. જીવન-મૃત્‍યુના આ શાશ્‍વત ચક્રના આપણે સાક્ષી બનવું જ રહ્યું.

રાજેશભાઇની હયાતી અમો સદાય અનુભવી રહ્યાં છીએ. એમનું પુણ્‍યસ્‍મરણ એ જ હવે અમારૂં અમૂલ્‍ય સંભારણું છે. એમની દિવ્‍ય ચેતના અમારી હૃદયમંજૂષામાં સદૈવ અકબંધ રહેશે.

પ્રભુ સદગતના આત્‍માને શાંતિ અર્પે અને આવી પડેલું દુઃખ આપને અને આપના પરિવારને સહન કરવાની શકિત અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

અમારી ભાવવંદના સ્‍વીકારશો.

ઓમ શાંતિ...શાંતિ...શાંતિ...

હેરિન પી. કોઠારી

ડાયરેકટર (ટેક.) જીયુવીએનએલ, વડોદરા

(3:47 pm IST)