Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મા ઉમિયાના પ્રાગટયદિન નિમિત્તે સવા લાખ દિવડા ઝળહળ્‍યા

સૌરાષ્‍ટ્રભરમાં પાટીદારોના ઘરે ઘરે થયું દીપ પ્રાગટયઃ કાલે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં સામાજીક સંમેલન

રાજકોટ : ગઈ કાલે ભાદરવી સુદ પૂનમે સૌરાષ્‍ટ-ગુજરાત ના તમામ કડવા પાટીદાર પરિવારોએ ઘેર-ઘેર સાંજે ૭:૧પ કલાકે એક સાથે એક સમયે મા ઉમિયાની દિપ પ્રગટાવી માની સંઘ્‍યા આરતી કરી હતી. જગત જનની કુળદેવી મા ઉમિયાના ૧રપ મા પ્રાગટય્‌દિનને સવા લાખ (૧,રપ,૦૦૦) દિપ પ્રગટાવી અનેરા ઉત્‍સાહ સાથે વધાવ્‍યો હતો. કડવા પાટીદાર પરિવારોએ ખીર તેમજ લાપસી પ્રસાદ રૂપે રાંધી ગ્રહણ કરી હતી. કડવા પાટીદારોની ભકિત અને આસ્‍થાનું કેન્‍દ્ર મા ઉમિયાનાના આંગણે પાવનભૂમી ઉમિયાધામ સિદસર દિવડાઓથી ઝળહળીત થઈ ઉઠયુ હતુ. સવા લાખ દિપ પ્રગટાવી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઈ શાપરીયા, જગદીશભાઈ કોટડીયા, રમેશભાઈ રાણીપા, કૌશીકભાઈ રાબડીયા, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી તથા મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં માતાજીની ભવ્‍યાતીભવ્‍ય સંઘ્‍યા આરતી કરવામાં આવી હતી. માતાજીના જયધોષ સાથે સમગ્ર મંદિર પટ્ટાંગણમાં અનેરૂ ભકિતસભર વાતાવરણ નિર્માણ પામ્‍યુ હતુ. ઉપરાંત આજે શનિવારે ગરબા સ્‍પર્ધા યોજાઇ. કાલે રવિવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં સામાજીક સંમેલન યોજાશે.

(3:46 pm IST)