Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ- મીડિયા ઈન્‍ચાર્જ તરીકે રાજેશ ગોંડલીયા તથા સહ- ઈન્‍ચાર્જ તરીકે પ્રકાશ સોલંકીની નિમણુંક

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષશ્રી સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રીશ્રી રત્‍નાકરજી,  પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર ઝોન પ્રભારીશ્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલભાઈ દવે, રાજકોટ જીલ્લા ભાજપ અધ્‍યક્ષશ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાએ ચર્ચા વિમર્શ કરી રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ-મીડિયા વિભાગના ઇન્‍ચાર્જ, સહ-ઇન્‍ચાર્જની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ-મીડિયા ઇન્‍ચાર્જ તરીકે શ્રી રાજેશભાઈ ગોંડલીયા(મો.૯૯૭૮૯ ૧૫૫૮૨) તેમજ સહ-ઇન્‍ચાર્જ તરીકે શ્રી પ્રકાશભાઈ સોલંકી(મો.૯૦૩૩૩ ૮૧૯૦૯)ની નિમણુક કરવામાં આવી છે.

 આ વરણીને પ્રદેશ ઉપાધ્‍યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવે, કેબીનેટમંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળિયા,  શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદો મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્‍યો જયેશભાઈ રાદડિયા, શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા,  મહેન્‍દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહીત જીલ્લા હોદેદાર અને કાર્યકર્તાઓએ  શુભેચ્‍છાઓ પાઠવી છે.

(3:46 pm IST)