Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મનપાની પીઠ થાબડતા કેન્‍દ્રીય મંત્રી : ૧૮ હજાર જેટલી લોન મંજુર

પીએમ સ્‍વનિધી યોજનાની મનપા દ્વારા સમીક્ષા કરતા ડો. ભાગવત કરાડ : સરકારી યોજનાને વધુમાં વધુ લોન આપવા નાણા રાજયમંત્રીની બેંકર્સને તાકીદ

રાજકોટ, તા. ૩૦: ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી આત્‍મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની તા.૨૯ ના સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્‍ટ્રલ ઝોન કચેરીના કોન્‍ફરન્‍સ હોલ ખાતે યોજાનાર બેઠકમાં ભારત સરકારના નાણા મંત્રી (રાજ્‍ય કક્ષા)  ડૉ. ભાગવત કરાડ, કેન્‍દ્રિય નાણા મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર  નયનાબેન પેઢડીયા, સાંસદ  રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ  મુકેશભાઈ દોશી, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન  જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિ. કમિશનર  આનંદ પટેલ, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા, શિશુ કલ્‍યાણ સમિતિના ચેરમેન  દિલીપભાઈ લુણાગરિયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન  કેતનભાઈ પટેલ, કલેકટર  પ્રભવ જોશી, નાયબ મ્‍યુનિ. કમિ‘ર  ચેતન નંદાણી, સહાયક કમિશનર  વી. એસ. પ્રજાપતિ, વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ, મહાનુભાવો, એસ.બી.આઈ.ના ઉપમહાપ્રબંધક આશુતોષ શર્મા, એસ.બી.આઈ.ના રીજીયોનલ મેનેજર નીરજ જોશી અને એસ. એમ. ઐયર, એલ.ડી.એમ. નરેન્‍દ્રસિંહ સોલંકી, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં કેન્‍દ્રીય નાણા રાજ્‍ય મંત્રી ડો. ભાગવત કરાડ દ્વારા, પી. એમ. સ્‍વનિધિ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્વારા શેરી ફેરિયાઓને લોન અપાવવા માટે કરાવવામાં આવેલી અરજીઓ અને વિવિધ બેંકો દ્વારા થયેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓને આ લોનનો લાભ મળે તે માટે ફોન કોલિંગ, મોબાઈલ ફોનમાં ટેક્‍સ્‍ટ મેસેજીસ અને કેમ્‍પના જે આયોજન કરવામાં આવ્‍યા તથા તેના પરિણામો મળ્‍યા તેની પ્રશંસા પણ કરી હતી. સાથોસાથ શેરી ફેરિયાઓને આત્‍મનિર્ભર બનાવવા વધુમાં વધુ લોન આપવા બેંકર્સને સૂચના પણ આપી હતી.

કેન્‍દ્રીય નાણામંત્રી (રાજ્‍ય કક્ષા) ડો. ભાગવત કરાડે વધુમાં કહ્યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં દેશની અર્થવ્‍યવસ્‍થા વિશ્વમાં દશમાં નંબર ઉપરથી પાંચમા નંબર ઉપર આવી ગઇ છે. પરંતુ વડાપ્રધાન હજુ તેને ત્રીજા નંબર ઉપર લઈ જવા પ્રયત્‍નશીલ છે.  ઇન્‍ટરનેશનલ મોનીટરીંગ કમિટીના અહેવાલ મુજબ ભારતના ૧૩ કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખામાંથી બહાર નીકળી શકયા છે, જે મુદ્રા યોજના જેવી અનેક મહત્‍વપૂર્ણ યોજનાના કારણે શકય બન્‍યું છે. આ માટે સરકાર વિવિધ રાજ્‍યના, વિવિધ શહેરોની ભારત સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરે છે. નાણા વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા અંત્‍યોદય એવા ફેરિયાની પી.એમ. સ્‍વનિધિ યોજનાની આજે સમીક્ષા થઈ રહી છે.  ગરીબ માણસને  સમળદ્ધ બનાવવા માટેની આ યોજના પ્રધાનમંત્રીની સૌથી પ્રિય યોજના છે.  આ યોજનાનો લાભ મેળવનારાઓને ૅવન રાશન વન નેશનૅ, ૅપી.એમ. માતળ વંદનૉ,  ૅપી.એમ. જનની સુરક્ષૉ યોજનાનો સહિતની યોજનાનો લાભ આપોઆપ મળે છે. આ યોજનાના પ્રારંભથી અત્‍યાર સુધીમાં  કુલ ૩૬,૩૧૬ ફેરિયાઓની અરજીઓ આવી હતી. જેમાં બેન્‍કોએ મંજુર કરેલી અરજીઓ, ના મંજુર કરેલી અરજી તથા તેના કારણો, સહાય માટે  ફેરિયાની મિટિંગ તથા માસ મેગા કેમ્‍પ, બેંકવાઇઝ લોનની વિગતો વગેરેથી મંત્રી ડો. ભાગવત કરાડ વાકેફ થયા હતા.આ પૂર્વે મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ દ્વારા પી.પી.ટી.ના માધ્‍યમથી પી.એમ. સ્‍વનિધિની વિગતોથી મંત્રીને અવગત કરાયા હતા. આ રીવ્‍યુ મીટિંગ પૂર્વે કેન્‍દ્રીય નાણામંત્રી (રાજ્‍ય કક્ષા) ડો. ભાગવત કરાડનું ફૂલહારથી સ્‍વાગત કરી મેયર, સાંસદ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન, સહિતના પદાધિકારીઓ અને  કમિશનર, કલેકટર સહિતના મહાનુભાવો દ્વારા રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધી બાપુના ચરખાની પ્રતિકળતિ અર્પણ કરવામાં આવી હતી.

(3:46 pm IST)