Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ગાંધી જયંતિએ મોદી સ્‍કૂલની ત્રણ શાળાઓમાં રકતદાન કેમ્‍પ

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, ગાંધી જયંતિ નિમિતે શ્રી મોદી સ્‍કુલની ત્રણ અલગ- અલગ સ્‍કુલમાં કે જેઓ છેલ્લા દસ વર્ષથી નિયમીત રકતદાન કેમ્‍પનું આયોજન કરે છે, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશન સહયોગથી ૩૦માં રકતદાન કેમ્‍પનું આયોજન તા.૨ /૧૦ સોમવારે ૮:૩૦ થી ૧૨:૩૦ સ્‍થળ- (૧) શ્રી વી.જે. મોદી સ્‍કુલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન પાસે, રાજકોટ (૨) મોદી સ્‍કુલ, અંબીકા ટાઉનશીપ, મવડી પોલીસ હેડ કવાટર્સ પાસે, જીવરાજ પાર્ક, રાજકોટ, (૩) શ્રી પી.વી.મોદી સ્‍કુલ, ઈન્‍દ્રપ્રસ્‍થ નગર, રાજકોટ.

આ કેમ્‍પમાં શ્રી મોદી સ્‍કુલના ડો.રશ્‍મિકાંત પી.મોદી, કુ. નિધિબેન આર.મોદી,  ધવલભાઈ આર.મોદી, આત્‍મન આર. મોદી, શ્રી મોદી સ્‍કુલ પરિવાર, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્‍ડેશન રાજકોટના વિનય જસાણી, ડો.પ્રતીક અમલાણી એમએસ યુરો. ગોલ્‍ડમેડલીસ્‍ટ, સીવીલ બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે.

(3:44 pm IST)