Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કોન્‍ટ્રાકટનાસફાઇ કામદારોના વિવિધ પ્રશ્‍નો તાકિદે ઉકેલોઃ મંગળવારથી સફાઇ બંધની ચિમકી

કાયમી ભરતી, કોરોના એલાઉન્‍સ, પી.એફ, પ્રોવીડન્‍ટ ફંડ કીટ સહીતની માંગણીઓઃ રાજકોટ કામદાર યુનિયન દ્વારા વધુ એક વખત એલાન

રાજકોટ, તા.૩૦: મનપામાં સફાઇ કામદારોના પ્રશ્‍ને રાજકોટ કામદાર યુનીયન દ્વારા સત્તાધીશોને વારંવાર રજુઆત કરવા છતા કોઇ નિવેડો ન આવતા મંગળવારથી સફાઇ કામગીરી બંધ કરવાની ચીમકી આપી છે.

‘અકિલા' કાર્યાલય ખાતે વિગતો આપતા રાજકોટ કામદાર યુનિયન આગેવાનોએ જણાવેલ કે, તા.૧૩ના રોજ મ્‍યુ.કમિશનરને સફાઇ કામદારોની વિવિધ માંગણીઓ અંગે આવેદન આપ્‍યું હતુ. જેમાં કોન્‍ટ્રાકટ પ્રથા  બંધ કરી કાયમી ધોરણે ભરતી મુખ્‍ય છે.

સાથે જ શહેરના પાંચ હજાર જેટલા સફાઇ કામદારોને કીટ અપાઇ નથી તે અંગે તપાસ કરવા, પ્રોવીડન્‍ટ ફંડ અને પી.એફ, કર્મચારી વિમા યોજના નિવેદનમાં માંગ કરી હતી.

ઉપરાંત કચરાની ગાડીની ફાળવણી, બોનસ આપવા, કામનું ભારણ ઘટાડવા, કોરોના વન ટાઇમ પગાર અપાવવા, મેલુ ઉપાડવાની પ્રથા બંધ હોવા છતા તે કરાવાય છે તે અંગે તપાસ સહિતની માંગો અંગે રજુઆત કરી હતી.(તસવીરઃ અશોક બગથરીયા)

(3:39 pm IST)