Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

‘આયુષ્‍યમાન ભવઃ' અંતર્ગત પીડીયુ મેડિકલ કોલેજમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

ડીન ડો. ભારતી પટેલ, તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી, તબિબો, સ્‍ટુડન્‍ટ્‍સ, કર્મચારીઓએ દર્દીઓના લાભાર્થે કર્યુ રક્‍તદાન

રાજકોટઃ આયુષ્‍માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત પીડીયુ મેડિકલ કોલેજ ખાતે રક્‍તદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં બહોળી સંખ્‍યામાં  સ્‍ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા રક્‍તદાન કરવામાં આવ્‍યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર આયુષ્‍માન ભવઃ કાર્યક્રમ યોજાય છે તે અંતર્ગત મેડિકલ કોલેજ ખાતે રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં મેડિકલ કોલેજના ડીન ડો. ભારતી પટેલ, સિવિલ હોસ્‍પિટલના તબીબી અધિક્ષક ડો.આર. એસ. ત્રિવેદી, મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો.મોનાલી માકડિયા, પેથોલોજી વિભાગના વડા ડો.ગૌરવી ધ્રુવ સહિતના નિષ્‍ણાતોનું માર્ગદર્શન રહ્યું હતું. આ રક્‍તદાન કેમ્‍પમાં મેડિકલ કોલેજના સ્‍ટુડન્‍ટ, સિવિલ હોસ્‍પિટલનો સ્‍ટાફ, કર્મચારીઓ અને તબીબો દ્વારા બહોળી સંખ્‍યામાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે રકતદાન કરવામાં આવ્‍યું હતું. તેમ પીએ ટુ ડીન પરિમલ શુક્‍લએ જણાવ્‍યું હતું.

(3:39 pm IST)