Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રીટાયર્ડ ઇલેકટ્રીસીટી એમ્‍પ્‍લોઇઝ મ્‍યુઝીકલ એસોસીએશન દ્વારા સોમવારે સંગીત સંધ્‍યા

રાજકોટ તા. ૩૦ : જી.ઇ.બી. રીટાયર્ડ એમ્‍પ્‍લોઇઝ દ્વારા કરાઓકે મ્‍યુઝીકલ પ્રોગ્રામ તા. ૨ ના સોમવારે સૌપ્રથમવાર આયોજીત કરાયો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે નિવૃત્ત પછીનું જીવન વિતાવતા સંગઠનના સદસ્‍યોને મનોરંજન મળે તેવા હેતુથી આ કાર્યક્રમ ગોઠવેલ છે.

તા. ૨ ના સોમવારે સાંજે પ.૩૦ થી ૯ સુધી ઇવનીંગ પોસ્‍ટ, સીનીયર સીટીઝન પાર્ક, જયુબેલી ગાર્ડન પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્‍ય ગાયકોમાં કિશોરસિંહ જેઠવા (એકસ જુ.આ.), જે. બી. પારેખ (એકસ સી.ઇ.), એસ. એસ. શુકલ (એકસ ઇ.ઇ.), કે. ડી. વધાડીયા (એકસ એસ.ઇ.), જે. જે. શુકલ (એકસ ઇ.ઇ.), પ્રકાશ દવે (એકસ ડીવાયએસએ), બી. એન પટેલ (એકસ એલ.આઇ.), રમેશ મારૂ (એકસ એલ.આઇ.) તથા પ્રોફેશનલ સીંગર સાયના સંધી અને વિજય વાઘેલા હિન્‍દી ફિલ્‍મી ગીતો રજુ કરશે.

ખાસ કરીને આ કાર્યક્રમમાં ‘જીંદગી ખ્‍વાબ હૈ', ‘પુકારતા ચલા હું મૈ', ‘આંખો મે કયામત કે કાજલ', ‘મુઝે કિતના પ્‍યાર હૈ તુમસે', ‘જીત હી લેંગે બાજી હમ તૂમ'.. વગેરે જેવા ૧૯૫૦ થી ૨૦૦૦ સુધીના જુના નવા ફિલ્‍મી ગીતોની રજુઆત કરાશે.

કાર્યક્રમના પ્રવેશ પાસ ઇવનીંગ પોસ્‍ટના ગેઇટ પર ઉપલબ્‍ધ હશે. આ વિનામુલ્‍યે કાર્યક્રમ માણવા સૌ કોઇ સંગીત પ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહીતી માટે કિશોરસિંહ જેઠવા (મો.૯૯૨૫૨ ૪૮૨૫૧) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રીટાયર્ડ ઇલેકટ્રીસીટી એમ્‍પલોઇઝ મ્‍યુઝીકલ એસોસીએશનના સર્વશ્રી કિશોરસિંહ જેઠવા, જે. બી. પારેખ, એસ. એસ. શુકલ, જે. જે. શુકલ, બી. એન. પટેલ, રમેશભાઇ મારૂ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:39 pm IST)