Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

આસ્‍તાના એ તુર્કિયા દરગાહથી ગેબનશાહ પીર દરગાહ સુધી ઝુલુસ

રાજકોટઃ આસ્‍તાના એ તુર્કિયા (તુર્કિબાપુ દરગાહ) આજી ડેમ ચોકડીના ૪૦૦/- બાળકો, શરીયત પ્રમાણે સફેદ લીબાઝ પહેરી, આસ્‍તાને તુર્કિયા આજીડેમ ચોકડીથી દુધની ડેરી વિસ્‍તારમાં ઝુલુસ રૂપે ફર્યા હતા. ત્‍યારબાદ ત્રિકોણબાગથી સરીયત પ્રમાણે નાત પઢતા પઢતા જયુબેલી ગાર્ડન થઇ, મોચી બજારના રૂટ પર થઇ, ગેબનશાહ પીરની દરગાહ પાસે અસરની નમાઝ અદા કરી હતી. હાજી યુસુફભાઇ ઇસાભાઇ જુણેજા, (આસ્‍તાને તુર્કિયાના પ્રમુખ), હાજી મુસાભાઇ જુણેજા, હનીફભાઇ જુણેજા, મુસાભાઇ ગુલાભાઇ ચાવડા, ઇબ્રાહિમભાઇ કરીમભાઇ સેખ (I.K.) હાજી ઇકબાલભાઇ ભાણુ, હાજી વસીર નીઝામી (આસ્‍તાને તુર્કિયા ડાયરેકટર) વગેરે આગેવાનો આ ઝુલુસમાં સામેલ હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)