Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

શહેર ભાજપ દ્વારા સોમવારે ગાંધીજીને વંદના-ખાદી ખરીદાશે

રાજકોટ તા. ૩૦: શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્‍વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાની સંયુકત યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ર જી ઓકટોબરના સોમવારે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતી અંતર્ગત સવારે ૯-૩૦ કમલાકે શહેરના જયુબેલી બાગ ખાતે મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ કરાશે. ત્‍યારબાદ શહેર ભાજપ દ્વારા સોમવારે સવારે ૧૦મ કલાકે શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર ખાતે સામૂહિક ખાદી-ખરીદીનો કાર્યક્રમ યોજાશે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

(3:36 pm IST)