Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજમોતી ઓઇલ મીલઃ લોકોના ટોળા-ગાડીઓના થપ્‍પા

રાજકોટઃ જીલ્લા કલેકટર તંત્ર-પૂર્વ વિભાગના, મામલતદાર તંત્રે વિખ્‍યાત અને ભાવનગર રોડ પર આવેલ રાજમોતી ઓઇલ મીલના વિવિધ બેંકોના ૧૪૦ કરોડ બાકી હોય-તે નહિ ભરતા ડીફોલ્‍ટરમાં લઇ જઇ બેંકોને કબજો સોંપવા સંદર્ભે રાજમોતી ઓઇલ મીલ કરી દીધી તે નજરે પડે છે, તસ્‍વીરમાં ઓઇલ મીલ કરવા સમયે બેંકો-પોલીસ-મહેસૂલી અધિકારીઓના ગાડીના થપ્‍પા-ઓઇલ મીલ-સીલ કરવાની થતી કાર્યવાહી મરાઇ રહેલ સીલ મામલતદાર ગઢવી, પોલીસ અધિકારીઓ તથા મીલમાં કામ કરતા ૩૦૦ થી ૪૦૦ જેટલી મહિલાઓ-કારીગરો-રોજમદારો મજુરો મીલ સીલ થતા હતાશ બની ગયા અને   તે બેકાર બની ગયા તે નજરે પડે છે, અમૂકે ઝાડ નીચે આશરો લીધો હતો અમૂક મહિલાઓ પોતાના નાના બાળક સાથે કામે આવી અને ઝાડ ઉપર હીંચકો બાંધ્‍યો હતો તે જણાય છે, છેલ્લી તસ્‍વીરમાં મીલ સીલ થતા જોઇ રહેલા મીલના સંચાલક સમીર શાહ અને સ્‍ટાફ જણાય છે.

(3:32 pm IST)