Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કલેકટરનો સપાટો રાજમોતી ઓઇલ મીલ સીલ

ચાર બેન્‍કો પાસેથી ૭પ કરોડની લોન લીધી હતીઃ નાણા નહી ભરતા ૧૪૦ કરોડ થઇ ગયાઃ આખરે મામલતદાર રૂદ્ર ગઢવી દ્વારા કાર્યવાહી : બેન્‍ક સિકયોરાઇ ટેઝન એકટ હેઠળ કલેકટરે મામલતદારને મીલકત જપ્‍તીના કરેલા હુકમો બાદ ૧ાા મહિના પહેલા આખરી નોટીસ ફટકારાઇ

રાજકોટ, તા., ૩૦: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ સપાટો બોલાવી બેન્‍ક ડિફોલ્‍ટરો સામે કડક હાથે કામ લેવાની સુચના આપ્‍યા બાદ અને વિખ્‍યાત ઓઇલ મીલર તથા ઉદ્યોગપતિ તેમજ સોમાના ભુતપુર્વ આગેવાન સમીરભાઇ શાહ અને શ્‍યામલ શાહની માલીકીની રાજમોતી ઓઇલ મીલ અને સંચાલકો સામે બેન્‍ક ડીફોલ્‍ટર અંગે વિભાગના મામલતદારશ્રી રૂદ્ર ગઢવીને કાર્યવાહીની સુચના આપતા આખરે ભાવનગર  રોડ પર આવેલી રાજમોતી ઓઇલ મીલ મામલતદાર શ્રી રૂદ્ર ગઢવીએ પોતાના સ્‍ટાફ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તથા જે બેંકમાંથી લોન લીધી હતી તે બેંકના અધિકારીઓને સાથેરાખી રાજમોતી ઓઇલ મીલ સીલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

કલેકટર કચેરીના અને મામલતદાર કચેરીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ૪ બેન્‍કો યુનિયન બેંક, બેન્‍ક ઓફ ઇન્‍ડીયા, બેન્‍ક ઓફ બરોડા, લક્ષ્મીવીલાસ બેંકમાંથી ર૦૧૦ની સાલની આસપાસ ૭પ કરોડ રૂપીયાની લોન મીલકત મોરગેજ કરી લીધી હતી. જેના નાણા નહી ભરતા લોનના હપ્તા નહી ભરતા આખરે કુલ ૧૪૦ કરોડની લોનની જવાબદારી સંદર્ભે બેન્‍કોએ ડીફોલ્‍ટરમાં નાખી કલેકટર સમક્ષ કેસ મુકયો હતો. આ પછી આ કેસ સંદર્ભે પુર્વ મામલતદારને સુચના અપાતા મામલતદારશ્રી રૂદ્ર ગઢવીએ ૧૧ મહિના પહેલા લોન ભરપાઇ કરવા અંગે રાજમોતી ઓઇલ મીલને આખરી નોટીસ ફટકારી હતી. આમ છતા નાણા નહી ભરતા આજે

મામલતદાર શ્રી રૂદ્ર ગઢવી, સ્‍ટાફ અને પોલીસના બંદોબસ્‍ત સાથે તથા ૪ બેન્‍કના અધિકારીઓ સાથે રાજમોતી ઓઇલ મીલ દોડી ગયા હતા અને મીલને સીલ કરી બેન્‍કોને કબ્‍જો સોંપી દીધો હતો.

કલેકટર તંત્રની આ કાર્યવાહી બેંક ડીફોલ્‍ટરોમાં સોંપો પડી ગયો છે, શહેરની પ્રજામાં આ કાર્યવાહી અંગે ભારે ચર્ચા ઉપડી છે, રાજમોતી ઓઇલ મીલ સીલ થતા ત્‍યાં કામ કરતા રપ૦ થી ૩૦૦ જેટલા કારીગરો - મજૂરોની હાલત દયનીય બની ગઇ છે, બેકાર થઇ ગયા છે, દરમિયાન રાજમોતી અંગે કોર્ટમાં પણ કેસ ચાલે છે, ૪ તારીખે સુનાવણી હોવાનું સાધનોએ જણાવ્‍યું હતું.

દરમિયાન આ બાબતે મામલતદાર શ્રી રૂદ્ર ગઢવીનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ સતત એંગેંજ આવતો હતો, અને બાદમાં સ્‍વીચ ઓફ દર્શાવતો હતો.

દરમિયાન રાજમોતી ઓઇલ મીલના સંચાલક સમીર શાહે આક્ષેપ કર્યો હતો કે અમોને કોઇપણ નોટીસ આપ્‍યા વગર ઓઇલ મીલ સીલ કરાઇ છે, જો કે મામલતદાર કચેરીના સૂત્રો ૧ાા મહિના પહેલા આખરી નોટીસ આપી રહ્યાનું જણાવી રહ્યા છે.

(3:31 pm IST)