Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રાજકોટના શ્રી બાલાજી હનુમાનજી દાદાને પુષ્‍પનો શણગાર

 (દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૩૦ : રાજકોટ વાસીઓના કષ્ટ હર્તા અને કહેવાય છે કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજન  આજના શનિવારના પવિત્ર દિવસે બાલાજી દાદાને  મોરપીંછના મુગટ અને ગણેશજી સાથે પીળા પુષ્‍પોનો દિવ્‍ય શણગાર કરાયો છે આ દિવ્‍ય શણગાર આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે હજારો ભક્‍તોએ દાદાના આજે દર્શન કરી ધન્‍યતા અનુભવી છે શનિવારે અહીં ૫૦ હજાર થી પણ વધારે ભક્‍તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાપ્રતાપી બાલાજી દાદાના શરણે આવે છે અને આ બાલાજી  હનુમાનજી મહારાજ બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આપ પણ આજની સંધ્‍યા આરતીમાં પરિવાર સાથે પધારો અને દાદાની મહાઆરતી અલભ્‍ય લાભ લોમહાઆરતીનો સમય સાંજે  ૬.૪૫નો રહેશે. તેમ મંદિરની યાદીમાં જણાવાયુ છે.

(1:58 pm IST)