Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

પરોઢિયે ઝાકળ વરસીઃ વરસાદની આવ-જા અને ભારે ગરમી વચ્‍ચે હવે શિયાળો પણ ઢુકડો હોવાના એંધાણ

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે આજે પરોઢિયે ઝાકળવર્ષા થઇ હતી. શિયાળાની  શરૂઆત થઇ ગઇ હોય તેવુ વાતાવરણ છવાઇ ગયુ હતું. જો કે સૂર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ ઝાકળ ગાયબ થઇ ગઇ હતી.

છેલ્લા થોડા દિવસોથી વરસાદની આવ-જા અને ભારે ગરમી વચચે હવે શિયાળો પણ ઢુકડો હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩પ.પ મહત્તમ રપ.પ લઘુતમ ૮ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(12:41 pm IST)