Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

વાવડીના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ખુલ્‍યોઃ ધવલ અને બ્રિજેશ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એ.એસ. ગરચરની ટીમે બંનેને પકડી લઇ ૫૦૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હરપાલસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૩૦: વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં શિવ ઇન્‍ડસ્‍ટ્રી નામે લોખંડનું કારખાનુ ધરાવતાં આકાર હાઇટ્‍સમાં રહેતાં  જયભાઇ મહેશભાઇ અઘારાના કારખાનામાંથી ગત ૨૩મીએ લોખંડની રાઉન્‍ડ નટ અને લોખંડના સર્કલના જથ્‍થાની ચોરી થઇ હતી. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે શખસો ધવલ વિનોદભાઇ કારેલીયા (ઉ.૨૮-રહે. લોધેશ્વર સોસાયટી-૧૩) અને બ્રિજેશ રાજવીરસિંગ ઠાકુર (ઉ.૩૨-રહે. ખોડિયારનગર-૧)ને પકડી લઇ ચોરેલો મુદ્દામાલ ૫૫ કિલો લોખંડની રાઉન્‍ટ નટ તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલુ શાઇન બાઇક જીજે૦૩એલક્‍યુ-૯૨૬૯ મળી રૂા. ૫૦૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હરપાલસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી આ બંનેને પકડી લેવાયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્‍સ. દિપકભાઇ ચોહાણ, નિલેષભાઇ ડામોર, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.

ઝડપાયેલા બંને અગાઉ આ કારખાનામાં કામ કરી ગયા હોઇ અંદર ક્‍યાં શું હોય છે તેનાથી વાકેફ હતાં. બંનેને પૈસાની જરૂર હોઇ તક જોઇ કારખાનામાં ઘુસી જઇ ચોરી કરી લીધાનું રટણ કર્યુ હતું. બંને અન્‍ય કોઇ ગુનામાં સામેલ છે કે કેમ? તે સહિતના મુદ્દે તાલુકા પોલીસ વધુ તપાસ કરશે.

(3:33 pm IST)