Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

નાગર જ્ઞાતિજનો માટે ૮મીએ હસ્‍તકલા, ગૃહ ઉદ્યોગનું પ્રદર્શન

રાજકોટઃ અખિલ ભારતીય નાગર પરિષદ તથા અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે તા.૮ ઓકટોબરને રવિવારે સવારના ૮ થી રાત્રીના ૮ સુધી નાગર બોર્ડીંગ ખાતે ટાગોર રોડ પર હસ્‍તકલા અને ગૃહ ઉદ્યોગનું પ્રદર્શન યોજવામાં આવનાર છે.

આ પ્રદર્શનમાં ભાગ લેવા ઈચ્‍છતાં સમસ્‍ત નાગર જ્ઞાતિજનનાં ભાઈ- બહેનોને તેઓના નામ શ્રીમતી ધારીણીબેન છાયા (મો.૯૬૦૧૦ ૫૯૧૨૯) અથવા શ્રીમતી નીતાબેન વસાવડા (મો.૯૯૨૫૦ ૬૮૧૭૦)ને તા.૬/૧૦ સુધીમાં નોંધાવી શકશે. સમસ્‍ત નાગર જ્ઞાતિજનોને પ્રદર્શન નિહાળવા ભાવભીનું આમંત્રણ અપાયું છે

(12:21 pm IST)