Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

રતનપર પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડતાં ઘવાયેલા યુપીના રમેશનું મોત

લાદી કામની મજૂરી કરતો યુવાન ૨૩મીએ રાજકોટથી રતનપર જતો હતો ત્‍યારે બનાવ બન્‍યો હતોઃ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પરના રતનપર પાસે સાત દિવસ પહેલા ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક મુળ યુપીના યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતો. તેનું આજે મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મુળ ઉત્તરપ્રદેશનો રમેશભાઇ કામતપ્રસાદ સીંગ (ઉ.વ.૩૪) મોરબી રોડ પરના રતનપરમાં રહેતો હતો અને રાજકોટમાં લાદીકામની મજૂરી કરતો હતો. ગત ૨૩મીએ તે રાજકોટથી કામ પતાવી રાતે બારેક વાગ્‍યે ઘરે જતો હતો ત્‍યારે રતનપર હડાળાના પાટીયે ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતી. આજે સવારે તેણે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રમેશભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:00 pm IST)