Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૭ ઓકટોબરથી : BLO બુથ ઉપર ૪-૫ નવેમ્‍બર તથા ૨-૩ ડીસેમ્‍બર યોજાશે

 

રાજકોટ, તા.૩૦: ભારતીય ચૂંટણી પંચની તા.૧.૧.૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ફેરફાર થયો છે, જે મુજબ હવે સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્‍ધિ ૨૭ ઓકટોબર-૨૦૨૩ના રોજ કરવામાં આવશે., આ અંગેના  હકક દાવા અને વાંધા અરજીઓ ૨૭ ઓકટોબરથી ૯ ડીસેમ્‍બર-૨૦૨૩ સુધી કરી શકાશે, મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા. ૪ અને ૫ નવેમ્‍બરે તથા ૨ અને ૩ ડીસેમ્‍બર-૨૦૨૩ના રોજ યોજાશે.

જે અંગેના  હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ ૨૬ ડીસેમ્‍બર-૨૦૨૩ સુધીમાં કરવામાં આવશે. તથા આ અદ્યતન મતદાર યાદીના હેલ્‍થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિધ્‍ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ છપાવવાની કામગીરી તા.૧.૧.૨૪ સુધીમાં કરવામાં આવશે, તથા મતદારયાદીની આખરી પ્રસિધ્‍ધિ તા.૫.૧.૨૪ના રોજ કરવામાં આવશે, તેમ રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ. જે. ખાચર ની યાદીમાં ઉમેરાયું છે.

(11:07 am IST)