Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

અનન્‍ય સમાજ સેવા કરનાર, દીન દુઃખિયાના સાચા બેલી તરીકે રાજુભાઇ સદાય યાદ રહેશે

પૂ. જલારામબાપામાં અપાર શ્રધ્‍ધા ધરાવનાર :અકિલા પરિવારના સ્‍વ. રાજુભાઇ ગણાત્રાને શ્રધ્‍ધાંજલી અર્પતા રાઘવજીભાઇ પટેલ, રામભાઇ મોકરીયા, રાજુભાઇ ધ્રુવ, મનિષભાઇ રાડીયા, ગુણુભાઇ ડેલાવાળા, શૈલેષભાઇ પાબારી, સિધ્‍ધાર્થભાઇ પરમાર, વશરામભાઇ સાગઠીયા, પૃથ્‍વીસિંહ જાડેજા, વાય. બી. જાડેજા, વનરાજસિંહ રાયજાદા, કમલેશભાઇ ગણાત્રા, મિતેષભાઇ રૂપારેલીયા, આશિતભાઇ સોનપાલ તથા મિનલબેન સોનપાલ, શોભીતભાઇ પરમાર સહિતના અગ્રણીઓ

રાજકોટ તા. ર૯ :.. અકિલા પરિવારના સ્‍વજન શ્રી રાજેશભાઇ ગણાત્રા (રાજુકાકા) નો સ્‍વર્ગવાસ થતાં સામાજીક - રાજકીય આગેવાનો અને સમાજ શ્રેષ્‍ઠીઓએ અકિલા પરિવારના નિવાસ સ્‍થાને સ્‍વ. રાજુભાઇ ગણાત્રાને શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

પૂ. જલારામબાપામાં અપાર શ્રધ્‍ધા ધરાવનાર, અનન્‍ય સમાજ સેવા કરનાર, દીન દુખિયાના સાચા બેલી તરીકે સ્‍વ. રાજૂભાઇ સદાય યાદ રહેશે તેવું સૌ કોઇએ જણાવ્‍યું હતું.

ગુજરાત સરકારના કેબિનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, ભાજપ અગ્રણીઓશ્રી રાજુભાઇ ધ્રુવ અને મનિષભાઇ રાડીયા, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, જલારામ હોસ્‍પિટલના ચેરમેનશ્રી શૈલેષભાઇ પાબારી, પૂર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થભાઇ પરમાર, કોંગ્રેસ અગ્રણી વશરામભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણીશ્રી પૃથ્‍વીસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, જુનાગઢના શ્રી વનરાજસિંહ રાયજાદા, અગ્રણીઓ શ્રી કમલેશભાઇ ગણાત્રા, મિતેષભાઇ રૂપારેલીયા, આશિતભાઇ સોનપાલ તથા મિનલબેન સોનપાલ, શોભીતભાઇ પરમાર, પારસભાઇ બેડીયા, કિશનભાઇ બારૈયા માવજીભાઇ રાખસીયા, રઘુભાઇ રૂપારેલીયા સહિતના અગ્રણીઓએ રાજૂભાઇ ગણાત્રા (રાજુકાકા) ને હૃદયપૂર્વક શ્રધ્‍ધાંજલી અર્પી હતી. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે શ્રધ્‍ધાંજલી અર્પતા સૌ અગ્રણીઓ, શ્રી લલિતભાઇ સવજીયાણી, શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રી સુનિલભાઇ રાયચુરા, ડો. પરસોતમભાઇ પીપરીયા, અનુસુચિત જાતિના આગેવાનો  વિગેરે નજરે પડે છે.

(11:53 am IST)