Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કેન્‍દ્રીય મંત્રી ડો. ભાગવત કરાડ રાજકોટમાં: મનપામાં સમીક્ષા બેઠક

શહેરી ફેરીયાઓને અપાતી લોન અંગે માહિતી મેળવશે : દિવાળી સુધીમાં ૨૫ હજાર લોકોને લોન આપવા લક્ષ્ય : પદાધિકારીઓ - મ્‍યુ. કમિશનર ઉપસ્‍થિત રહેશે

રાજકોટ,તા.૨૯ : ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi  યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી આત્‍મનિર્ભર બને તે હેતુસર   વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલી કામગીરીની   આજે સાંજે ૬:૩૦ વાગ્‍યાથી રાજકોટ મહાનગરપાલિકાની સેન્‍ટ્રલ ઝોન કચેરીના કોન્‍ફરન્‍સ હોલ ખાતે યોજાનાર બેઠકમાં  કેન્‍દ્રીય  મંત્રી ડૉ. ભાગવત કરાડ, કેન્‍દ્રિય નાણા મંત્રાલય દ્વારા સમીક્ષા થનાર છે. આ પ્રસંગે સાસંદ સભ્‍યો   મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા,  મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિ. કમિશનર  આનંદ પટેલ, શાસકપક્ષ નેતા   લીલુબેન જાદવ, દંડક  મનિષભાઈ રાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા શેરી ફેરીયાઓ માટે શરૂ કવામાં આવેલ pmsv નીધી અંતર્ગત રૂ. ૧૦ હજારની લોન આપવામાં આવે છે, ત્‍યારે મનપા દ્વારા દિવાળી સુધીમાં ૨૫ હજાર લોકોને લોન આપવામાં આવશે. અત્‍યાર સુધીમાં ૧૮ હજાર જેટલા શેરી ફેરીયાઓએ લાભ લીધો છે.

(3:30 pm IST)