Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

ખાનગી મિલ્‍કત પર મંજૂરી વિનાના ગેરકાયદે હોર્ડીંગ બોર્ડ ઉતારી લેવા તાકીદ

લાયસન્‍સ ફી નહી ભરતા ત્રણ એજન્‍સીઓ બ્‍લેક લિસ્‍ટ થઇ

રાજકોટ,તા.૨૯ : રાજકોટ મહાનગરપાલિકાની એસ્‍ટેટ અને ટી.પી. શાખા દ્વારા જી.ડી.સી.આર.ના નિયમોનુસાર શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા મંજુરી આપવામાં આવે છે. શહેરમાં કેટલીક ખાનગી મિલકત / પ્‍લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હોવાનું ધ્‍યાને આવેલ છે. તાજેતરમાં વાવાઝોડામાં આ પ્રકારના બોર્ડ પડવાના બનાવ પણ બનવા પામેલ છે. આ કામે   મહાનગરપાલિકા દ્વારા બે એજન્‍સીઓ ક્રિષ્‍ના કોમ્‍યુનીકેશન તથા જાનકી એડ.ને નોટીસ ઈસ્‍યુ કરવામાં આવેલ છે. વિશેષમાં આ પ્રકારના મંજુરી વગરના તમામ બોર્ડ દિન-૭માં ઉતારી તાકીદ  કરવામાં આવે છે.

 કિસ્‍સામાં ખાનગી મિલકત પર રાજકોટ મહાનગરપાલિકાની મંજુરી વિના ગેરકાયદેસર રીતે હોર્ડીંગ બોર્ડ ઉભા કરવામાં આવેલ હશે તો, જે-તે મિલકતના માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો વિરૂધ્‍ધ તેમજ બોર્ડ ચલાવતી એજન્‍સી વિરૂધ્‍ધ જી.ડી.સી.આર.ના નિયમોના ભંગ બદલ પગલા લેવામાં આવશે અને પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાવાઝોડા કે અતિવળષ્ટીના કારણે કોઈ પણ બોર્ડ પડવાથી જાનમાલની નુકશાની થશે તો તેવા કિસ્‍સામાં જે-તે મિલકત માલિક/ભાગીદાર/ઓનર્સ એસો.ના હોદ્દેદારો તથા બોર્ડ ચલાવનાર એજન્‍સીની અંગત જવાબદારી રહેશે.  તેવુ એસ્‍ટેટ વિભાગ દ્વારા જણાવાયુ છે. 

બ્‍લેકલિસ્‍ટ

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ મુકવાની મંજુરી આપવામાં આવે છે. આ કામે મંજુરી લેનાર એડવર્ટાઈઝમેન્‍ટ એજન્‍સીએ દર વર્ષે નિયત કરવામાં આવ્‍યા મુજબની લાયસન્‍સ ફીની રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાની થાય છે.

 ખાનગી હોર્ડીંગ બોર્ડની મંજુરી મેળવેલ એજન્‍સીઓ પૈકી ત્રણ એજન્‍સીઓ દ્વારા લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં બાકી લાયસન્‍સ ફીની રકમ ભરપાઈ કરેલ ન હોય, નીચેની વિગતેની ત્રણ એજન્‍સીઓને રાજકોટ મહાનગરપાલિકાની તમામ કામગીરી માટે પાંચ વર્ષ સુધી બ્‍લેકલીસ્‍ટ કરવામાં આવેલ છે. જે એજન્‍સીઓનીને બ્‍લેકલિસ્‍ટ કરવામાં આવે છે તેમા પ્રદિપભાઈ પી. કંસારા, કળતિ આર્ટના (૮૬,૧૫૮/-), સુરેશભાઈ પારેખ, એસ.પી. મિડીયાનાં (૮૦,૦૦૦), રાજેશભાઈ એમ. ખેતાણી હરિ ઈન્‍ફોનેટના (૩,૫૩,૯૩૪/-) સહિત કુલ રૂા.  ૫,૨૦,૦૯૨/-   એજન્‍સીઓની બાકી રકમ વ્‍યાજ સહિત વસુલવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નામ. કોર્ટમાં દાવો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ એસ્‍ટેટ ઓફીસરે વધુમાં જણાવ્‍યું છે.

(3:28 pm IST)