Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

આજે ફરી રેલનગરમાં ડીમોલેશન ૫૬ કરોડની જમીન ખુલ્લી

રેલનગર - મવડી - નાના મૌવા દબાણમુક્‍ત કરવા મનપા સતત દોડતુ : અન્‍ય વિસ્‍તારોના દબાણો અનદેખ્‍યા : મનપાના વાણીજ્‍ય - ગાર્ડન હેતુના અનામત ૧૨૯૦૩ ચો.મી.ના પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામો દુર કરવા ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૨૯ : ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા સેન્‍ટ્રલ ઝોન કચેરી હેઠળના રેલનગર વિસ્‍તારમાં મનપા તંત્રના અનામત પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન કરી ૫૬ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે તા. ૨૯ના શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં. ૩માં સાધુ વાસવાણી કુંજ રોડ પર ટી.પી. સ્‍કીમ નં. ૨૩ (રાજકોટ), એફ.પી. નં. ૩૪/એ (વાણીજ્‍ય વેચાણ હેતુ) તથા એફ.પી. નં. ૯/એ (ગાર્ડન હેતુ) ના અનામત પ્‍લોટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે ૫૬ કરોડની કિંમતની ૧૨,૯૦૩ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરી ટાઉન પ્‍લાનીંગ શાખાના સેન્‍ટ્રલ ઝોનનો તમામ સ્‍ટાફ, જગ્‍યા રોકાણ શાખા તથા રોશની શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ પણ સ્‍થળ પર ઉપસ્‍થિત રહેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૫ દિ'માં રેલનગર, મવડી તથા નાના મવા વિસ્‍તારમાં બે-બે વખત ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાતા શહેરના અન્‍ય વિસ્‍તારોમાં ગેરકાયદે બાંધકામ કે દબાણ જ નથીનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:30 pm IST)