Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજકોટમાં પોલીસે રાત્રે ૧૦ વાગ્યે ડીજે બંધ કરાવ્યું: એ ડિવિઝન પોલીસ સ્ટેશને લોકોના ટોળા એકત્ર થયા અને નારેબાજી કરી: પોલીસ અને મુસ્લિમ આગેવાનોની મધ્યસ્થીથીમામલો શાંતિપૂર્ણ થાળ પડ્યો*

રાજકોટમાં આજે  શહેરભરમાં લઘુમતી સમાજ દ્વારા ઠેક ઠેકાણે ડીજે સાથે કાઢવામાં આવ્યું ઇદ નિમિત્તે જુલુસ: શહેર પોલીસ દ્વારા સુપ્રીમના નિયમ મુજબ રાત્રે ૧૦ વાગ્યે ડીજે બંધ કરાવવામાં આવેલ. 

આથી એ ડીવીઝન પોલીસ મથકે ટોળા એકઠા થઇ  નારેબાજી કરી. પણ ઉચ્ચ પોલીસ અઘીકારીઓ  અને મુસ્લિમ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી શાંતિપૂર્ણ રીતે મામલો થાળે પડ્યો, ટોળા વિખેરાયા. (સંદીપ બગથરીયા, અકિલા)

(12:40 am IST)