Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નેશનલ ગેમ્સમાં યોગાસનમાં ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધારતા ખેલાડીઓ

યોગાસન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિ કરતાં ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ

રાજકોટ:ગુજરાત ખાતે આયોજીત ૩૬ નેશનલ ગેમ્સ અન્વયે અમદાવાદ ખાતે યોજાનારી યોગાસન સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓ ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ ભાગ લઈ રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારશે. 

  યોગાસનને ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્રારા માન્યતા પ્રાપ્ત થયા બાદ પ્રથમ વખત ઇન્ડિયન ઓલિમ્પિક એસોશિએશને નેશનલ ગેમ્સમાં યોગાસનને રમત તરીકે  સામેલ કરેલ છે. રાજકોટમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. તેવામાં સૌપ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. રમત તરીકે યોગાસન સ્પર્ધાએ યોગ માટેની જાગૃતતા લાવશે. પરિણાામ સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થ ભારત મિશનને વેગ મળશે.

 આ યોગાસન સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિ કરતાં ગમઢા અંકિત જયંતીભાઈ, મકવાણા કોમલ ભુપેન્દ્રભાઈ અને વાઘેલા ધર્મિષ્ઠા ભુપતભાઈ  અમદાવાદ ખાતે ચાલી રહેલ પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પમાં પંસદગી  પામેલ છે. જેઓને સરકારશ્રી તરફથી  ટ્રેનીગ માટે દિવ્યાકુમારી  (ચીફ કોચ), દિવ્યા પાર્થ પટેલ (કોચ), અમીત ચોકસી (કોચ), દિવ્યેશ રંઘોળીયા (કોચ) દ્વારા ટ્રેનીગ આપવામાં આવી રહી છે.  ૩૬ મી નેશનલ ગેમ્સમાં યોગાસન સ્પર્ધા તા. ૦૬ થી ૧૧ ઑક્ટોબર ૨૦૨૨ અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાશે, આ ખેલાડીઓ ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.

(12:54 am IST)