Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સોમનાથ સોસાયટીમાં એન્ટીજન ટેસ્ટ કેમ્પ

રાજકોટ :કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે એવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૯માં સોમનાથ સામે રક્ષણ મળે એવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નેં. ૯માં સોમનાથ સોસાયટીના રહીશો માટુ તુલસી બાગ ખાતે કોરોના પ્રતિરોધક ધનવન્તરી રથની ટીમ દ્વારા લોકોને બી.પી., ડાયાબીટીસ, એન્ટીજન ટેસ્ટ, ઉકાળા વિતરણ તેમજ જરૂરીયાત મુજબની દવાઓનું પણ સ્થળ પર વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર પુષ્કર પટેલ, શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ, મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, પ્રવિણભાઇ મારૂ, નીરજ પંડ્યા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કોર્પોરેશનમાંથી વોર્ડ પ્રભારી અમીતભાઇ સવજીયાણી, વોર્ડ ઓફીસર ધવલ પટેલ, નીરજભાઇ વ્યાસ, મનોજભાઇ વાઘેલા સહીતની મેડીકલ ટીમ ઉપસ્થિત રહી હતી.

(3:57 pm IST)