Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સોમનાથ સોસાયટી-૩ માં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

રાજકોટ :વોર્ડ નં. ૯માં આવેલ સોમનાથ -૩ શેરી નં. ૧ થી ૧૪ ખાતે રૂા. ૪૦ લાખના ખર્ચે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી વિરેન્દ્ર ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ મારૂ, નીરજ પંડ્યાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલે આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ બાબુભાઇ બોરડ, રસીકભાઇ ખીરસરીયા, પંકજ મારૂ, દિલીપભાઇ મારૂ, સહીતના અનેક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)